• વિવાદોમાં સપડાયેલા કરજણ બેઠક ફરી એક વખત વિવાદમાં
  • ભાજપના કાર્યકરો દ્વારા CASH FOR VOTE કરાતુ હોવાનુ કોંગ્રેસને આક્ષેપ
  • ભાજપને મત આપવા માટે મતદારોને રૂ.100 આપવામાં આવી રહ્યાં હોવાનુ કોંગ્રેસને આક્ષેપ
  • કરજણ વિધાનસભા બેઠકના બે વિડિઓ વાઇરલ થયા છે.
  •  બે પૈકીનો એક વિડિઓ બનાવવામાં આવ્યો હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

ચિંતન શ્રીપાલી – વડોદરા. રાજ્યામાં 8 વિધાયનસભા બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વિવાદોમાં ઘેરાયેલી કરજણ વિધાનસભા બેઠક વધુ એક વાર સપડાઇ છે. જ્યાં વહેલી સવારથી મતદાન શરૂ થતા ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને ખરીદવા માટે રૂપિયાની વહેંચણી કરાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી રહીં છે. જોકે આ CASH FOR VOTE મામલે બે વિડિઓ વાયરલ થયા છે. જે પૈકીનો એક વિડિઓ ચોક્કસ રીતે બનાવવામાં આવ્યો હોઇ તેવુ ફલીત થઇ રહ્યું છે.

કરજણ વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે કોંગ્રસ અને ભાજપના ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દ્વારા એડીચોટુનુ જોર લગાવવામા આવી રહ્યું છે. કંઇ રીતે વધુમાં વધુ મતદાન તેવા બન્ને પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેવામાં ગત મોડી રાત્રે પોલીસે બે શખ્સોની રૂ.57 હજાર સાથે ધરપક કરી હતી. જોકે આ રૂપિયા ચૂંટણી ખર્ચ માટે કોંગ્રેસના કાર્યકરે આપ્યા હોવાનુ બન્નેએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

ત્યારબાદ આજે સવારે સાત વાગ્યાથી કરજણ બેઠક પર મતદાનનો પ્રારંભ શરૂ થયો હતો. જ્યાં ઇટોલા અને ગોસીન્દ્ર ગામમાં ભાજપના કાર્યકરો દ્વારા એક નંબરને મત આપવા માટે ગ્રામજનોને રૂપિયાની વહેંચણી કરી રહ્યાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જ્યારે આ મામલે અત્યાર સુધીમાં બે વિડિઓ વાયરલ થયા છે. બન્ને વિડિઓમાં કેટલાક લોકો ગામમાં ફરીને મતદારોને મત દીઠ રૂ. 100 આપતા હોવાનુ નજર પડે છે. જ્યારે બીજા વિડિઓમાં એક યુવક મોઢા ઉપર માસ્ક પહેરી રિક્ષામાં બેઠેલા મતદારોને રૂપિયા એક નંબર ભાજપને મત આપવાનુ કહીં રૂ. 100 આપતો નજરે પડે છે. પ્રથમ દ્રષ્ટીએ વિડિઓ જોતા એમ જ લાગે કોંગ્રેસનો આક્ષેપ સાચો જ છે.

જોકે આ વિડિઓમાં રિક્ષામાં બેઠેલા મતદારોને રૂપિયા આપતા યુવકનુ કોઇ મોબાઇલમાં વિડિઓ શૂટીંગ કરી રહ્યું હોઇ તે બાબતથી તે તદ્દન અજાણ હોય તેવુ જોવા મળતુ નથી. રિક્ષામાં બેઠેલા મતદારોને હાથમાં રૂ. 100ની નોટ આપતા સમયે તે એમ પણ કહે છે કે, “એક નંબર દબાવવાનુ કમળનુ બરોબર” દરમિયાન પાછળ ઉભેલો શખ્સ કહે છે, “ભાજપને આલજો એમ કેં”. જેથી સ્પષ્ટ કરે છે કે વિડિઓ શૂટીંગ કરનાર અને રૂપિયા આપનાર બન્ને એક બીજાની કામગીરીથી વાકેફ હોય તેવુ જમાઇ રહ્યું છે.

જ્યારે બીજી તરફ વિડિઓ જોતા એવુ પણ ફલીત થાય છે કે, ભાજપના જ કાર્યકરો દ્વારા પોતાની કામગીરી દેખાડવા માટે વિડિઓ ઉતાર્યો હોય અને ત્યારબાદ આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય. જોકે આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને લેખીત રજૂઆત કરી તપાસની માંગણી કરી છે. પરંતુ હજી સુધી આ પ્રકરણમાં કોઇ નક્કર પગલા લેવાયા નથી.

વાયરલ વિડીયોમાં ભાજપના ઉમેદવારને મત આપવા માટે કરવા માટે રૂપિયા આપવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. ચુંટણી પંચ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો સત્ય ઉજાગર થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud