મહારાષ્ટ્રના ભીવંડીના ફ્લિપકાર્ટ લોજિસ્ટિકમાંથી ટ્રકમાં લોડ થયેલ માલ વડોદરાના ઉંડેરા ખાતેના ફ્લિપકાર્ટના ગોડાઉનમાં માલ ખાલી થવાનો હતો
દુમાડ ચોકડી પાસે ટ્રક ઉભો રાખી કેબિનમાં બેઠેલા ડ્રાઈવરને રૂમાલ સૂંઘાડી બેભાન કરી રૂ. 24.86 લાખની લુંટ ચલાવી
ડ્રાઇવર હોશમાં આવ્યો ત્યારે અક્કલકુવા હાઇવે પર પડેલો જોવા મળ્યો હતો
અસલાલીનું સરનામું પૂછવા આવેલ ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
સમા પોલીસમાં અપહરણ અને લૂંટની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
WatchGujarat. મહારાષ્ટ્રના ભીવંડી ખાતેના ફ્લિપકાર્ટ લોજિસ્ટિકમાંથી ટ્રકમાં માલ લોડ કરી વડોદરાના ઉંડેરા ખાતેના ફ્લિપકાર્ટના ગોડાઉનમાં માલ ખાલી કરવા આવેલ ડ્રાઈવરનું ત્રણ શખ્સોએ અપહરણ કરી રૂ, 24.86 લાખની મતાની લૂંટ ચલાવી હતી. દુમાડ ચોકડી પાસે ટ્રક ઉભો રાખી કેબિનમાં બેઠેલા ડ્રાઈવરને રૂમાલ સૂંઘાડી બેભાન કર્યો હતો. ડ્રાઇવર હોશમાં આવ્યો ત્યારે અક્કલકુવા હાઇવે પર પડેલો જોવા મળ્યો હતો. સમા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ અપહરણ અને લૂંટની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર્ના થાણે વિસ્તારમા આવેલ ઘોડા બંદર રોડ પરની સોલીટેરમાં રહેતા પ્રમોદભાઈ શુશીલકુમાર અગ્રવાલ "નીલંજના ફ્રેટ કેરિયર્સ" નામનો ટ્રેન્સપોર્ટનો વ્યવસાવ ધરાવે છે. તેમણે છેલ્લા બે માસથી રેડીફાઈન એક્સપ્રેસ પ્રા.લીમાં ચાર ટ્રકો અટેચમાં મુકેલ છે. રેડીફાઈન પાસે ફ્લિપકાર્ટનો કોન્ટ્રાકટ હોવાથી પ્રમોદભાઈના ટ્રક ફ્લિપકાર્ટ વેર હાઉસ ટુ વેર હાઉસના લગેજમાં ચાલે છે. ગત તા. 19 નવેમ્બરના રોજ તેમને ત્યાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતો ડ્રાઈવર રાજુકુમાર ચંદ્રપાલ કુમાર ભીવંડી ખાતેના ફ્લિપકાર્ટ લોજિસ્ટિક માંથી ટ્રકમાં માલ લોડ કરી વડોદરાના ઉંડેરા ખાતેના ફ્લિપકાર્ટના ગોડાઉનમાં માલ ખાલી કરવા માટે નીકળ્યો હતો. બપોરે 4 વાગ્યે દુમાડ ચોકડી પાસે આવી પહોંચેલા રાજુકુમારે રેડીફાઈન એક્સપ્રેસના મેનેજર અભિષેક શર્માને અને પ્રમોદભાઈને રાત્રે નવ વાગ્યે એન્ટ્રી ખુલતા ટ્રક ગોડાઉન ઉપર જશે તેવી જાણ કરી હતી.
રાજુકુમાર ટ્રક લઇ દુમાડ ચોકડી પાસે આવેલ ચા ના ઢાબા પાસે ઉભો હતો. ત્યારે ટ્રકની પાછળ એક સફેદ કલરની કાર આવીને ઉભી રહી હતી. કારમાંથી બે શખ્સો ઉતરી રાજુકુમાર પાસે આવી પહોંચ્યા હતા.અને અસલાલીનું સરનામું પૂછ્યું હતું. જેથી રાજુકુમારે અસલાલી અમદાવાદમાં આવેલ હોવાનું જણાવ્યું હતું. જેથી આવેલ બંને શખ્સો પરત ગાડી પાસે ફર્યા હતા. થોડીવાર બાદ રાજુકુમારને ત્રણે કાર સવાર પાનપડીકી ખાવા માટે લઇ ગયા હતા. અને પરત ટ્રક પાસે છોડી ગયા હતા.
દરમિયાન રાજુકુમાર ટ્રકની કેબીનમાં બેઠો હતો. ત્યારે કોઈએ કેબીનની બારીમાંથી હાથ નાખી રાજુકુમારના મોઢા ઉપર રૂમાલ ફેરવી સૂંઘાડતા તે બેભાન થઇ ગયો હતો. બેભાન થઇ ગયા બાદ રાજુકુમાર જયારે હોશમાં આવ્યો, ત્યારે અક્કલકુવા હાઇવે પર પડેલો જોવા મળ્યો હતો. અને ટ્રક તથા ટ્રકમાં લોડ કરેલ માલ જોવા મળ્યો ન હતો. જેથી રાજુકુમારે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ પાસેથી ફોન લઇ બનાવની તમામ જાણકારી માલિક પ્રમોદભાઈને કરી હતી. ત્યારે પ્રમોદભાઈ અને રેડીફાઈન એક્સપ્રેસના મેનેજર અભિષેક શર્મા તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. અને રાજુકુમારને સાથે રાખી સમા પોલીસમાં અસલાલીનું સરનામું પૂછવા આવેલા ત્રણે શખ્સોએ રાજુકુમારનું અપહરણ કરી રૂ. 13.89 લાખનો ઇલેક્ટ્રિક સમાન, રૂ, 10.88 લાખની મતાની ટ્રક અને 1 મોબાઈલ અને 2000 રોકડ મળી કુલ રૂ, 24.86 લાખની મતાની લૂંટ કરી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.