ઇલેક્ટ્રીક લોકો શેડના કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ "ફિટનેસ પાર્ક"નું આજરોજ ઉદ્ધઘાટન કરાયું
ડીઆરએમ દ્વારા વર્ચુલી ઉદ્ધઘાટન કર્યા બાદ લોકો શેડના કર્મચારીઓને રૂ, 10,000નો પુરસ્કાર આપ્યું
'ફિટ ઈન્ડિયા' અભિયાનની ઝાંખી વડોદરામાં પણ જોવા મળી
WatchGujarat. ભારત સરકારના 'ફિટ ઈન્ડિયા' અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે વડોદરાના ઇલેક્ટ્રિક લોકો શેડના કર્મચારીઓ દ્વારા લોખંડના સ્ક્રેપમાંથી ફિટનેસ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આજ રોજ વડોદરાના ડીઆરએમ દ્વારા વર્ચુલી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે.
'ફિટ ઈન્ડિયા' અભિયાન એ ભારતનું રાષ્ટ્રવ્યાપી મુવમેન્ટ છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરીને લોકોને સ્વસ્થ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી શરૂ કરાયુ છે. તા. 29 ઓગસ્ટ 2019 ના નેશનલ સ્પોટ્સ ડે ના રોજ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતેથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી હતી. ગત તા. 29 ઓગસ્ટ 2020ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ 'ફિટ ઈન્ડિયા' અભિયાનની પહેલી વર્ષગાંઠના અવસરે ફિટનેસ અંગે જાગરૂકતા ફેલાવનારા રમત ગમત તેમજ વિવિધ પ્રોફેશન સાથે સંકળાયેલા સિતારાઓ સાથે વાતચીત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેતા મિલિન્દ સોમન અને મશહૂર ડાયેટિશિયન ઋજૂતા દિવેકર ઉપરાંત અનેક એવા સિતારાઓ છે. જેમની સાથે પીએમ મોદીએ પ્રેરણાદાયક સંવાદ કર્યો.
'ફિટ ઈન્ડિયા' અભિયાનની ઝાંખી વડોદરામાં પણ જોવા મળી છે. ત્યારે 'ફિટ ઈન્ડિયા' અભિયાન અંતર્ગત પશ્ચિમ રેલવે વડોદરાના ઇલેક્ટ્રિક લોકો શેડના કર્મચારીઓએ લોખંડના સ્ક્રેપમાંથી ફિટનેસ પાર્ક તૈયાર કર્યું છે. સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ કસરતના વિવિધ ઉપકરણોથી ઝળહળીત ઇલેક્ટ્રિક લોકો શેડ ફિટનેસ પાર્કનું આજ રોજ વડોદરાના ડીઆરએમ દેવેન્દ્ર કુમાર દ્વારા બ્રાન્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.
ફિટનેસ પાર્કના વર્ચ્યુઅલી ઉદ્ધઘાટન બાદ લોકો શેડના સીનીયર વિદ્યુત ઈન્જીનીયર હરિકેશ મીના દ્વારા વિડીયોના માધ્યમથી ફિટનેસ પાર્કની વિશષેતા અને ઉપયોગીતાની જાણકારી આપવામાં આવી હતી. વૈશ્વિક કોરોનાની મહામારી દરમિયાન લોકો શેડના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલ ફિટનેસ પાર્કની ડીઆરએમએ પ્રશંશા કરી હતી. અને લોકો શેડના કર્મચારીઓને રૂ, 10,000નું પુરસ્કાર આપ્યું હતું.