ડોક્ટર સાથે રૂ. 3 કરોડની ઠગાઇ મામલે હાજર થવા નોટીસ મળતા જ કૈલાશ જાધવ ફરાર
તબીબ સાથે રૂ. 3 કરોડની ઠગાઇ કરનાર કૈલાશ જાધવને કાનૂની પ્રક્રિયા મૂજબ પોલીસની નોટિસ મળતા જ ફરાર થઇ ગયો
પોલીસ તપાસમાં ઠગબાજ કૈલાશ જાધવનુ છેલ્લુ લોકેશન તેના ઘરનુ જ હોવાનુ બહાર આવ્યું
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કૈલાશના મિત્ર વર્તુળો અને પરિવારજનોની પુછતાછ હાથ ધરવામાં આવી
વડોદરા. શહેરના જાણીતા ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. દેવાંગ શાહ સાથે રૂ. 3 કરોડની ઠગાઇ મામલે કાનૂની પ્રક્રિયા મૂજબ સોમવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. નોટીસ મળતા જ ઠગ કૈલાશ જાધવ સામે ગુનો નોંધાવાનો હોવાની ગંધ આવી જતા તે ફરાર થઇ ગયો હતો.જોકે સોમવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાતા ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઠગને ઝડપી પાડવા પોલીસે તેના મોબાઇલ લોકેશનની તપાસ શરૂ કરી હતી. જેમાં કૈલાશનુ છેલ્લુ લોકેશન તેના ઘરનુ હોવાનુ બહાર આવ્યું હતુ. જ્યાં તે નજર ચૂંકવી કારમાં ફરાર થયો હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કૈલાશ જાધવને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમોની શોધખોળમાં લાગી છે. ત્યારે આગામી દિવસોમાં તેની ધરપકડ થાય તેવી પુરે પુરી શક્યતાઓ છે.
રેસકોર્સ સર્કલ નજીક આવેલા એલાઇવ્ઝ જીમના પાર્ટનર અને વૈભવી લાઇફ સ્ટાઇલ જીવવા ટેવાયેલા કૈલાશ જાધવે ડો. દેવાંગ શાહ સાથે પાર્ટનરશીપ કરી જીમ શરૂ કર્યું હતું. શરૂઆતથી લઇને પોતાના ભાગના પૈસા આપવા માટે કૈલાશ જાધવ ડોક્ટરને સતત ગોળ ગોળ ફેરવતો હતો. ડોક્ટર ડો. દેવાંગ શાહ ઠગ કૈલાશના સતત ખોટા વાયદાથી કંટાળીને આખરે પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. જેના પરિણામે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચમાં ડો. દેવાંગ શાહ સાથે થયેલી ઠગાઇ મામલે ફરીયાદ નોંધાઇ તે પહેલા કાનુની પ્રક્રિયા મૂજબ કૈલાશ જાધવને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં કૈલાશને સોમવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતુ. પોલીસની નોટીસ મળતા જ ઠગ કૈલાશ ફરાર થયો હતો. ઠગની ભાળ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તેનુ મોબાઇલ લોકેશન ટ્રેસ કર્યું હતું. જેમાં રવિવારે સાંજે ઠગ કૈલાશ જાધવનું આખરી લોકેશન તેનું ઘર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કૈલાશ જાધવની ઘરપકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમ બનાવી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. દરમિયાન એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ દ્વારા રેસકોર્સ ખાતેની બ્રાન્ચ મેમ્બર્સ માટે શરૂ કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.