• અનલોક-5માં કલાકારોને કાર્યક્રમો કરવા કોઈ મંજૂરી અપાઈ નથી.
  • સરકારની નિતી સામે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો.

વડોદરા. કોરોના કાળમાં કલાકારોની હાલત ભારે કફોડી થઈ ગઈ છે. અનલોક-5માં નાના મોટા ઉદ્યોગોની સરકાર દ્વારા ચિંતા કરાઈ છે, લગ્ન પ્રસંગમાં 200 મહેમાનોને પરવાનગી અપાઈ છે પરંતુ, છેલ્લાં 8 – 9 મહિનાથી ઘરે બેઠેલાં કલાકારોને કામ મળે તે અંગે કોઈ ચિંતા કરાઈ નથી. જેને પગલે આજરોજ મહાત્મા ગાંધીનગર ખાતે 200 જેટલાં કલાકારોએ સરકાર વિરોધી દેખાવો કરી રોષ વ્યક્ત કર્યો હતો.

શુભ – અશુભ પ્રસંગોમાં કાર્યક્રમ કરી રોજી રળતાં કલાકારો લોકડાઉન શરૂ થયું ત્યારથી ઘરે બેઠાં છે. આવકનો સ્રોત બંધ થઈ ગયો હોવાથી પરિવારનો નિર્વાહ કરવામાં કલાકારોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયમાં સરકાર દ્વારા અનલોક-5નાં નિતીનિયમો જાહેર કરવામાં આવ્યા, જેમાં લગ્ન – મરણ જેવા પ્રસંગોમાં 200 વ્યક્તિઓની છૂટની જાહેરાત કરાઈ હતી. જોકે, લગ્ન – મરણના પ્રસંગે મ્યુઝિક સિસ્ટમ વગાડવા કે કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

સરકારની આવી બેવડી નિતીના વિરોધમાં આજે વડોદરાના 200 જેટલાં કલાકારો મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે એકઠાં થયા હતાં. અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud