બપોરે 1.30 વાગ્યે ડભોઇની વેગા ચોકડી પાસે ડિઝલ ભરેલું ટેન્કર સ્નોર સ્કેલ સાથે ભટકાયું.
સર્વિસ માટે ડભોઈ જઈ રહેલાં ફાયર બ્રિગેડના સ્નોર સ્કેલને અકસ્માત નડ્યો.
રસ્તા પર ડિઝલની રેલમછેલ થઈ જતાં વાહન ચાલકો ફસડાયાં.
રસ્તા પર ડિઝલ ઢોળાતાં આગ લાગવાના ભયે ઉત્તેજના વ્યાપી.
વડોદરા. આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં ડભોઇની વેગા ચોકડી બ્રિજ પર વડોદરા ફાયર બ્રિગેડની સ્નોર સ્કેલ અને ડિઝલ ભરેલાં ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનું પતરૂ ફાટી જવાથી રસ્તા પર ડિઝલની રેલમછેલ થઈ જતાં આગ લાગે તેવા ભયે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, લોકડાઉનના સમયમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવાને કારણે ફાયર બ્રિગેડના સંખ્યાબંધ વાહનો બગડ્યા છે ત્યારે આજે સર્જાયેલા અકસ્માતને પગલે ફાયર બ્રિગેડ પર પડતાં પર પાટું જેવો ઘાટ ઘડાયો છે.
બહુમાળી ઇમારતોમાં લાગેલી આગ બુઝાવવાની કામગીરી માટે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્નોર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્નોર સ્કેલની સર્વિસ કરાવવાની હોઈ તેને ડભોઈ લઈ જવાયું હતું. ડભોઈથી પરત ફરતી વખતે વેગા ચોકડી બ્રિજ પર સામેથી આવેલાં ડિઝલ ભરેલું ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ટેન્કર અથડાતાં સ્નોર સ્કેલનું કચ્ચરઘાણ નિકળી ગયું હતું. તો બીજી તરફ, ટેન્કરનું પતરું ફાટી જવાથી ડિઝલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું.
વેગા ચોકડી બ્રિજથી ચાર રસ્તા સુધીના સમગ્ર વિસ્તારમાં ડિઝલની રેલમછેલ થઈ જતાં, લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમજ કેટલાં દ્વિચક્રી વાહનો ડિઝલને કારણે ફસડાઈ પણ ગયા હતાં. જોકે, બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના અધિકારી જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને રસ્તા પર ઢોળાયેલા ડિઝલ પર તાત્કાલિક બે થી ત્રણ ટ્રક રેતીનો છંટકાવ કર્યો હતો. તેમજ વેગા ચોકડી બ્રિજ પર ટ્રાફિકની અવર જવર બંધ કરી દઈ, અન્ય રસ્તા પર ટ્રાફિક ડાઈવર્ટ કરાયો હતો.
https://youtu.be/6GnjBnFh2xU