• કોરોના થયા બાદ સારવાર અને કોરોનાથી રીકવર થયેલા દર્દીના બ્લડ પ્લાઝમાનો ઉપયોગ થાય છે
  • કારેલીબાગ વિસ્તારમાં રહેતા દિપ પરીખ અને પ્રાપ્તિ સુરીયાએ પ્લાઝમા ડોનર અને જરૂરીયાતમંદ લોકોને જોડવા માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કર્યો
  • અમે માત્ર પ્લાઝના ડોનરની ઓનલાઇન ડિરેક્ટરી જાળવી રાખવાનું કામ કરીશું. આ પ્રયાસોના કારણે લોકોને ઘરે બેઠા ડોનરની વિગત મળશે – દિપ પરીખ

Watchgujarat. કોરોનાના દર્દીઓની સારવારમાં કોરોના પોઝીટીવ થયા બાદ સાજા થયેલા દર્દીના પ્લાઝમાનો ઉપયોગ થાય છે. ઘણાખરા કિસ્સાઓમાં તેનું સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. પરંતુ પ્લાઝના ડોનર મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું કપરૂ કામ છે. પરંતુ હવે શહેરના યુવક અને યુવતિએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મના માધ્યમથી પ્લાઝમા ડોનરનું બ્લડ ગૃપ અને તેનો કોન્ટેક્ટ નંબર ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાના વિચાર સાથે એકાઉન્ટ શરૂ કર્યું છે. જેમાં જોવાવવા માટે ડોનર હવે સામેથી આવી રહ્યા છે.

વડોદરા શહેર સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના વકરી રહ્યો છે. વકરી રહેલા કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોરોના ધીમો પડવાનું નામ નથી લેતો. કોરોનાથી બચવાના ઉપાયોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું છે. તો કોરોના થયા બાદ સારવાર અને કોરોનાથી રીકવર થયેલા દર્દીના બ્લડ પ્લાઝમાનો ઉપયોગ થાય છે. બ્લડ પ્લાઝમા માટે ડોનર મેળવવું અઘરૂ કામ છે. લોકજાગૃતિના અભાવે ડોનર અને જરૂરીયાતમંદ લોકો કટોકટીના સમયે એક બીજાનો સંપર્ક કરી શકતા નથી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા દિપ પરીખ અને પ્રાપ્તિ સુરીયાએ પ્લાઝમા ડોનર અને જરૂરીયાતમંદ લોકોને જોડવા માટે સોશિયલ મિડીયાનો સકારાત્મક પ્રયોગ કર્યો છે. યુવક અને યુવતિ દ્વારા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર plasmadonors.vadodara નામથી INSTAGRAM એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાઝમા ડોનેટ કરવા વાળા વ્યક્તિનું બ્લડ ગૃપ અને તેનો કોન્ટેક્ટ નંબર મેળવી શકાશે.

દિપ પરીખે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને પ્લાઝના ડોનર અને જરૂરીયાતમંદ લોકોને જોડવા માટે મારી મિત્ર પ્રાપ્તિ સુરીયા સાથે મળીને એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારો સોશિયલ મિડીયાનો ઉપયોગ અન્ય રાજ્યોમાં સફળતા પુર્વક થઇ રહ્યો છે. શહેરમાં પણ કોરોનાની સ્થિતી વકરતા પ્લાઝમાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે અમે લોકોને મદદ મળી રહે તે માટે એકાઉન્ટ શરૂ કર્યું છે. જેમાં ડોનરની વિગતો આપવામાં આવશે. જરૂરીયાતમંદ વ્યક્તિ જાતે જ ડોનરનો સંપર્ક કરી શકશે. અમે માત્ર પ્લાઝના ડોનરની ઓનલાઇન ડિરેક્ટરી જાળવી રાખવાનું કામ કરીશું. આ પ્રયાસોના કારણે લોકોને ઘરે બેઠા ડોનરની વિગત મળશે. આ પ્રયાસને કારણે જરૂરીયાતના સમયે ભટકવાની જગ્યાએ લોકોને મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે.

પ્રાપ્તિ સુરીયાએ અનુરોધ કર્યો હતો કે, જે લોકો કોરોના પોઝીટીવ આવ્યા બાદ સાજા થયા હોય તેઓ જાતે આગળ આવીને રજીસ્ટ્રેશન કરાવે. આપણે એકબીજાને મદદરૂપ થવા માટે અમારા પ્રયાસોમાં સહભાગી થવું જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud