• પહેલો પતિ સ્થાનિક મહિલાને ભગાડીને લઇ જતા બે બાળકોની માતાએ બીજા લગ્ન કર્યા
  • “તમે ના પાડશો તો હું પિયરમાં નહિ જાઉં” તેમ કહેતા મારી સામે બોલે છે કહીને પતિએ સળગાવી
  • ગંભીર રીતે દાઝી જતાં મહિલાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાઈ
  • વરણામા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાની પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરા. તાલુકાના આલમગીર ગામમાં પત્નીએ દિવાળી પર્વ નિમિત્તે પિયર જવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે દાઝેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે વરણામા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર નજીક આવેલ આલમગીર ગામમાં રહેતા 35 વર્ષિય અંજુબેન નાયકના લગ્ન 15 વર્ષ અગાઉ હાલોલ નજીક ખાખર ફળિયા ખાતે રહેતા મફતભાઈ હમીરભાઈ નાયક સાથે થયા હતાં. આ દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્યારબાદ તેમનો પતિ ગામની અન્ય મહિલાને લઈને નાસી છૂટ્યો હતો. જેથી અંજુબેન બંને બાળકોને લઈને પિયરમાં રહેવા ગઈ હતી. ત્યારબાદ અંજુબેનેએ 11 વર્ષ અગાઉ આલમગીર ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરતા નટુભાઈ જીવણભાઈ નાયક સાથે લગ્ન કર્યા હતા. લગ્નબાદ અંજુબેન બાળકો સાથે આલમીગરના નટુભાઈના ઘરે રહેવા ગઈ હતી.

હાલ દીકરો અંજુબેન સાથે રહેતો હતો અને દીકરી મામા સાથે રહેતી હતી. દરમિયાન ગઇકાલે બપોરે પત્નીએ પતિને જણાવ્યું હતું કે, મારે દિવાળી કરવા પિયરમાં જવું છે જેથી ઉશ્કેરાયેલા પતિએ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી અંજુબેને તમે મને ગાળો શા માટે આપો છો, તમે ના પાડશો તો હું પિયરમાં નહિ જાઉં તેમ કહ્યું હતું. ત્યારે મારી સામે બોલે છે તેમ કહી પતિએ બાજુમાં પડેલ કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. જેથી આગની જ્વાળાઓ સાથે પત્ની બૂમાબૂમ કરતા પાડોશીઓ અને દીકરો દોડી આવી પાણી નાખી આગને બુઝાવી હતી. આગમાં મહિલા ગંભીર રીતે દાઝી જતાં ગામના લોકોએ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં. હાલ તેઓ સારવાર હેઠળ છે. તમેજ બનાવની જાણ વરણામા પોલીસે થતા પોલીસે પતિ નટુ નાયક વિરૃદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud