• વિસનગરની એમ.એન.કોલેજને હેરિટેજ ઈમારતમાં સ્થાન આપવામાં આવ્યું છે
  • અગાઉ કોલેજ સહિત અન્ય 5 કોલેજને હેરિટેજ ઈમારતમાં સ્થાન મળ્યું છે
  • આ કોલેજમાં PM મોદીએ વર્ષ 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો
  • PM મોદી ઉપરાંત આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલાએ પણ અહિંયા અભ્યાસ કર્યો છે

WatchGujarat. છેલ્લા કેટલાંક સમયથી રાજ્ય સરકાર દ્વારા રાજાશાહી સમયકાળની સ્કૂલો અને કોલેજોને હેરીટેજ ઈમારતનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને પણ હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે મહેસાણાના વિસનગરની એક કોલેજને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આ અંગે મળતી વિગતો અનુસાર વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ ઈમારતની શ્રેણીમાં સમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કોલેજમાં  ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચુક્યા છે. જેમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ જ કોલેજમાં અભ્યાસ કર્યો હોય તેવું મનાઈ રહ્યું છે.

મહત્વનું છે કે રાજાશાહી સમયકાળની બે સ્કૂલો બાદ હવે સરકારી કોલેજની ઈમારતનો હેરીટેજ શ્રેણી સમાવેશ આવી રહી છે. ત્યારે મહેસાણામાં વિસનગરની એમ.એન. કોલેજને હેરિટેજ કોલેજની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ અગાઉ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના બિલ્ડિંગને પણ હેરિટેજ જાહેર કરવામાં આવી છે. જેનું બાંધકામ આઝાદી પહેલાનું હોવાનું મનાઈ રહ્યું છે. ઈ.સ 1937માં કોલેજનું નિર્માણ કરાયું હોવાનું મનાય છે. આ કોલેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યસભાના સાંસદ સ્વર્ગવાસી અભય ભારદ્વાજ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અગાઉ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સહિત 5 કોલેજ હેરિટેજ બિલ્ડિંગ જાહેર થઈ છે. ત્યારે હવે મહેસાણાની એમ.એન.કોલેજને પણ આ દરજ્જો પ્રાપ્ત થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud