• મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈ કોરોના પોઝિટીવ હોવાની વાતને પુષ્ટી આપી.
  • તબિયતની કાળજી રાખવા રખાયેલાં કેર – ટેકર દ્વારા જ કેશુભાઈને કોરોના સંક્રમણ લાગ્યું
jr-somnath-19
Gujarat’s former chief minister and a Patel leader Keshubhai Patel at Somnath. [to go with leena misra somnath story] express photo javed raja
23-9-2015

ગાંધીનગર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને કોરોના સંક્રમણ લાગ્યું છે. આ વાતની પુષ્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ Watch Gujarat સાથેની ટેલિફોનિક વાતચિતમાં કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, તબિયતની કાળજી રાખતાં કેર – ટેકર દ્વારા જ કેશુભાઈને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની વિગતો સાંપડી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની તબિયત છેલ્લાં કેટલાંક દિવસોથી નાદુરસ્ત હતી. જેને પગલે તેમની કાળજી રાખવા માટે કેર-ટેકર તરીકે સ્વેતલને રાખવામાં આવ્યો હતો. સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં, કેશુભાઈનો પણ કોરોના રીપોર્ટ કરાવાયો હતો. અને તેઓ આજે કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં.

હાલ કેશુભાઈ પટેલને તેઓના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી કેશુભાઈની તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અને કેશુભાઈની સારવારમાં કોઈ કચાસ નહીં રહે તેવી ખાતરી આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud