• પહેલી ગુજરાતી ફિલ્મ કે જેને અજાણ્યા લોકોએ રશિયન ભાષામાં ડબ કરી.
  • ગુજરાતી ગીતો રશિયનમાં ડબ કરાયા નથી, પણ ગીતની કોમેન્ટ્રી રશિયન કરાઈ છે.
  • YouTube પર રશિયન ફિલ્મ અપલોડ કરાઈ હોવાની જ થતાં, ફિલ્મની ટીમ દ્વારા આ અંગે પગલાં લેવાયાં.

મેહુલકુમાર વ્યાસ. રશિયામાં બોલીવુડ ખૂબ જ પ્રખ્યાત છે, બોલીવુડના અનેક કલાકારોને રશિયન પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે. જોકે, ગુજરાતનાં સિનેમા જગતની દિશા બદલી નાંખનાર આધ્યાત્મ કેન્દ્રિત એવી ફિલ્મ છેલ્લાં કેટલાંક દિવસોથી રશિયામાં પણ છવાઈ ચૂકી છે. અને આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે રશિયન ભાષામા ડબ થઈ છે. જેના માધ્યમથી રશિયામાં પણ લોકો માતા નર્મદાને અને તેના સત્વને પામ્યા છે.

સુરતના પ્રોડ્યુસર પરેશભાઈ વોરાએ વડોદરાના ડિરેક્ટર રાહુલ ભોળે – વિનિત કનોજીયા તેમજ કલાકાર – કથાકાર ચેતન ધનાની પર વિશ્વાસ રાખીને રેવા ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ જગતમાં કમાણીની ટંકશાળ પાડતી ઘરેડથી અલગ જ વિષય એવાં જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની  નવલકથા તત્વમસી પર આધારિત ફિલ્મ બનાવવાની રાહુલ ભોળે, વિનિત કનોજીયા અને ચેતન ધનાનીની વાત પર પરેશભાઇ વોરાએ નક્કી કર્યું હતું. ગુજરાતી નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાની પહેલી ઘટનાનો શ્રેય વડોદરાના કલાકારોને ફાળે આવ્યો હતો.

રાહુલ, વિનિત અને ચેતને ફિલ્મની પટકથા – સંવાદ લખ્યાં, ત્યારબાદ ચેતને ગીતો લખ્યાં અને મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી. આ સાથે વડોદરા – અમદાવાદ અને મુંબઇના કલાકારો દ્વારા ફિલ્મમાં વિવિધ ભૂમિકા ભજવવામાં આવી અને ઉત્કૃષ્ટ ફિલ્મ રેવા તૈયાર થઈ. જેને ગુજરાતીઓએ ઉમળકાભેર વધાવી લીધી. દેશ – વિદેશમાં વસતાં ગુજરાતીઓએ ફિલ્મ નિહાળીને માતા નર્મદાની પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત  કર્યું હતું.

તાજેતરમાં ફિલ્મની ટીમને જાણ થઈ કે, ગુજરાતી ફિલ્મ રેવા રશિયન ભાષામાં ડબ કરીને યુટ્યુબ  પર અપલોડ કરાઈ છે. જેને પગલે ફિલ્મ સાથે સંકળાયેલી ટીમે તેની સામે યૂટ્યુબમાં વાંધો ઉઠાવ્યો છે. જોકે, ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે, આપણી માતા નર્મદાના આધ્યાત્મને ઉજાગર કરતી ફિલ્મ જાણતાં – અજાણતાં રશિયન લોકો માણી રહ્યાં છે. રશિયામાં ગુજરાતની આસ્થા – શ્રદ્ધાને પ્રદર્ત કરી રહ્યાં છે. વ્યવહારીક દ્રષ્ટિએ ફિલ્મની બારોબાર ઉઠાંતરી કરનારા ખોટા છે જ. પણ આધ્યાત્મિક કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ માં નર્મદાને એક વિશાળ ફલક પ્રાપ્ત થયું છે એમ કહેવામાં સ્હેજ પણ અતિશ્યોક્તિ ભરેલું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud