3 પત્તી રમવા માટે અન્ય વ્યક્તિનુ ફેસબુક એકાઉન્ટ હેક કર્યું
એકાઉન્ટમાં વધુ પોઇન્ટ્સ હોવાથી ફેસબુકનો આઇ.ડી પાસવાર્ડ ચોરી લીધો
ફરીયાદ થતા પોલીસે ટેક્નીકલ સર્વેલન્સના આધારે યુવકને ઝડપી પાડ્યો
WatchGujarat ટેકનોલોજી વધતાની સાથે જ તેનો ઉપયોગ અને દુકઉપયોગ બન્ને શરૂ થયા છે. તેવામાં યુવા પેઢી ઓનલાઇન ગેમીંગ અને જુગાર રમવાના રવાડે ચઢી છે. શોર્ટ કટ રસ્તો અપનાવી યુવાન-યુવતિઓ રૂપિયા કમાવવાની હોળમાં લાગ્યાં છે. તેવું જ કંઇક સુરત શહેરમાં બન્યું છે. જ્યાં એક વ્યક્તિનુ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફેસબુક એકાઉન્ટ હેક કરી પરિચીતોને બિભત્સ મેસેજો મોકલવાના શરૂ કર્યાં હતા. જોકે આ એકાઉન્ટ વ્યક્તિને બદનામ કરવા માટે નહીં પરંતુ 3 પત્તીના પોઇન્ટ્સ મેળવવા માટે હેક કરાયું હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. #FY B.Com
આ બનાવની વિગત એવી છે કે, ગત તા, 24 એપ્રિલના રોજ સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં ફરીયાદીએ જણાવ્યું હતુ કે, તેનુ ફેસબુક એકાઉન્ટ અન્ય વ્યક્તિ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. ફરીયાદીના ફેસબુક એકાઉન્ટથી તેના પરિચીતો મિત્રો અને અન્ય લોકો બીભત્સ મેસેજો મોકલવામાં આવી રહ્યાં છે. ફરીયાદના આધારે સુરત સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતું. લાંબી તપાસ બાદ આખરે સાઇબર ક્રાઇમને સફળતા મળી અને ફેસબુક એકાઉન્ટ હેક કરનાર યુવકને દબોચી લેવામાં આવ્યો હતો.
સાઇબર ક્રાઇમે ઝડપી પાડેલા યુવકની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ મેહુલ દિનેશભાઇ ખુંટ જણાવ્યું હતુ, જે મુળ અમરેલી જિલ્લાના લાઠીનો રહેવાસી છે અને હાલ સુરત ખાતે કામરેજના શ્યામનગરમાં રહીં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે પોલીસે મહેશને ફેસબુક હેક કરવા બાબતે પુછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, જે ફેસબુક એકાઉન્ટનો આઇ.ડી પાસવર્ડ તેને ચોરી કર્યો હતો તે એકાઉન્ટમાં 3 પત્તી ઓનલાઇન ગેમના પોઇન્ટ્સ વધાર હતા. અને તેણે તીન પત્તી રમવાની લત લાગી હોય હોવાથી આ ગુનો આચર્યો હતો. પોલીસે આ મામલે મહેશ ખુંટ વિરૂધ ગુનો નોધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. #FY B.Com
More #Students #FY B.Com #Addicted #3 Patti #Hacking #Facebook account #Surat News