• બિયાની દંપતીને કોરોના થયા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું હતુ
  • 14 દિવસના સારવાર બાદ સાજા થઇ ઘરે જતી વેળાએ કહ્યું “ખાનગીને બદલે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઇએ


WatchGujarat.
 મૂળ સિરસાના (રાજસ્થાન)નાં વતની અને રાજકોટને છેલ્લા ૨૨ વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા  બિયાની દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપશન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે 14 દિવસની સારવાર બાદ તેમનો અભિપ્રાય બદલાઈ ગયો હતો. અને દંપતિએ જણાવ્યું હતું કે, ‘કોરોના કે લિયે સિવિલ લાસ્ટ નહીં ફર્સ્ટ ઓપ્શન હોના ચાહીયે’. આ સાથે જ સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગીને બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો.

ગત તારીખ 15 એપ્રિલે આજી વસાહત ખાતે મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા 78 વર્ષીય પવનભાઈ  બિયાની કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનનું પણ કોરોનાને કારણે જ ઓક્સિજન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ નહીં મળવાને કારણે મને-કમને સિવિલમાં દાખલ થયા હતા. અહીથી તેમને સારવાર માટે સમરસ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવાઈ હતી. સારવારથી સંતુષ્ઠ પવનભાઈ જણાવે છે કે, મેં મારી જિંદગીમાં આટલી સરસ સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફ અમારો ખુબ ખ્યાલ રાખતો હતો. સરકારી તંત્રની સિસ્ટમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ.

તેમના પત્ની અંજનાબેન રજા લેતી વેળાએ ખુબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “મેરે પાસ શબ્દ નહિ હે, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવ સે સારવાર કી હૈ, ધન્યવાદ શબ છોટા હે ઈન લોગો કે લિયે…”. હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફીઝયોથેરાપીસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની વિભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે. “હમારી ગવર્મેન્ટ અચ્છા કામ કર રહી હૈ, ઉનકો દોષ મત દો, હમે અપને આપકો બદલનેકી જરૂરત હૈ” આવા સમયે કોઈને દોષ દેવાનું નહિ પરંતુ સરકાર જે કરી રહી છે તેની દિલથી સરાહના કરવી જોઈએ તેમ અંજનાબેને કહ્યું હતું.

તો પવનભાઈ બિયાનીના પુત્રવધુ સ્વાતિબેન બિયાની હિન્દી – ઈંગ્લીશમાં તેમના પરિવારને મળેલ સારવાર સુવિધાનો અનુભવ જણાવ્યો હતો. અને કહ્યું હતું કે, અહીં જે સારવાર અને ક્મયુનિકેશન રિસ્પોન્સ  અમને મળ્યો છે તે અમે કલ્પનામાં પણ વિચાર્યો ના હોય તેવો હતો. અહીં દર્દીને એકપણ મિનિટ માટે ઓક્સિજન કે ઇન્જેક્શનની કમી પાડવા દીધી નથી. રાત્રે 11 વાગ્યે દર્દીની તબિયત અંગે ડોક્ટરને પર્સનલી ફોન કરી પૂછયે તો પણ યોગ્ય જવાબ અમને મળ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud