• લોકરક્ષક ભરતી બોર્ડની રચનાની વિચારણા
  • ભરતી સંપૂર્ણપણે ઓએમઆર ટેસ્ટ આધારિત રહેશે
  • ભરતી દરમિયાન કોઈપણ ઉમેદવારનો મૌખિક ઇન્ટરવ્યુ નહીં થાય

ગાંધીનગર. ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે રાજ્યમાં પોલીસની ભરતી કરશે. સરકારે ગૌણ સેવા સમીતી પાસેથી પોલીસની ભરતી પ્રક્રિયાની સત્તા છીનવી લીધી છે. પોલીસ વિભાગમાં કરવામાં આવતી બિનહથિયારધારી અધિકારીઓની ભરતી પર અનેક વિવાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગૃહ વિભાગ નક્કી કરેલ શરતો સાથે આ ભરતી પ્રક્રિયા કરશે. જોકે આ ભરતી માટે ‘લોકરક્ષક ભરતી બોર્ડ’ ની રચના માટે ગૃહ વિભાગ વિચારી રહ્યું છે.

પોલીસ ભરતીમાં અનેક વિવાદો સામે આવતા ગૌણ સમીતીનો વિરોધ થયો હતો

રાજ્યમાં ગૌણ સમીતી પોલીસ વિભાગમાં બિનહથિયારધારી અધિકારીઓની ભરતી કરે છે. જેમાં છેલ્લા ઘણા સમયથી ભરતીમાં અનેક વિવાદો સામે આવ્યા હતા. જેના વિરોધમાં અનેક આંદોલન પણ થઈ રહ્યાં હતાં.

ગૃહ વિભાગ ભરતી માટે ‘લોકરક્ષક ભરતી બોર્ડ’ બનાવવા વિચારી રહ્યું છે

તમને જણાવી દઇએ કે અત્યાર સુધી ગૌણ પસંદગી સમીતી PSI, ASI, હથિયારી SRPF, બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પ્રક્રિયા કરતી હતી. પણ હવે આ તમામ ભરતી ગૃહ વિભાહ કરશે. પણ મળતી માહિતી પ્રમાણે હાલ રાજ્યનું ગૃહ વિભાગ આ ભરતી માટે અલહ ભરતી બોર્ડની રચના કરવા વિચારી રહ્યું છે. PSI, ASI, ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારી SRPF ની ભરતી માટે અલગ બોર્ડ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બિનહથિયારી કોન્સ્ટેબલ અને SRPF ની ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના માટે વિચારણા ચાલી રહી છે.

ભરતી સંપુર્ણપણે OMR ટેસ્ટ પર આધારીત રહેશે

બાકી રહેલ ભરતી પ્રક્રિયા આવનારા 1 વર્ષમાં પુરી કરી દેવાશે. જોકે ભરતી સંપૂર્ણપણે OMR ટેસ્ટ આધારિત રહેશે તેમજ ભરતી દરમિયાન કોઈપણ ઉમેદવારનો મૌખિક ઇન્ટરવ્યુ થશે નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud