• લીંબડી બેઠક પર કોંગ્રેસ ગમે ત્યારે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે
  • લીંબડી બેઠક પર ભાજપના સિનિયર નેતા કિરીટ સિંહ રાણા ફોર્મ ભર્યું

અમદાવાદ: કોંગ્રેસેના તમામ ઉમેદવાર આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતી વખતે સિનિયર નેતાઓ પણ હાજર રહેશે. ભાજપે ઉમેદવારની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા છે. ત્યારે કોંગ્રેસના તમામ ઉમેદવાર પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે.

ઉલ્લેખનીય છે કે લીંબડી બેઠકને લઇ લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ચેતન ખાચર કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરાયાના સમાચાર મળી રહ્યા છે.

જાણો, લીંબડી બેઠકને શું મળી રહ્યા છે મોટા સમાચાર

1) કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર કર્યા નક્કી
2) ચેતન ખાચર બનશે કોંગ્રેસના ઉમેદવાર : સૂત્રો
3) કોંગ્રેસે 8 માંથી 7 ઉમેદવારો કરી દીધા છે જાહેર
4) લીંબડી બેઠક પર ચિત્ર સ્પષ્ટ થયું હોવાના મળ્યા સંકેત
5) આંતરિક કકળાટ શાંત પડ્યા બાદ અને ડેમેજ કંટ્રોલ બાદ થશે ઉમેદવારનું નામ

લીંબડી બેઠક પર ચિત્ર સ્પષ્ટ થયું હોવાના મળ્યા સંકેત

કોંગ્રેસે અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણી, ધારી બેઠક પર સુરેશ કોટડિયા, કરજણ બેઠક પર કિરીટસિંહ જાડેજા, મોરબી બેઠક પરથી જયંતિ પટેલ અને ગઢડા બેઠક પરથી મોહન સોલંકીને ટિકિટ આપી છે. તો ડાંગ બેઠક પર સૂર્યકાંત ગાવિત અને કપરાડા બેઠક પર બાબુ વરડાને ટિકિટ મળી છે.

બીજી તરફ ભાજપે આજે લીંબડીમાં આજે ગુરૂવારે ભાજપના કિરીટસિંહ રાણાએ ફોર્મ ભરી દીધું છે. ત્યારે કોંગ્રેસ આધીકારીક રીતે ગમે ત્યારે લીંબડી બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !