થોડા સમય પહેલા નેટફ્લીક્સ પર જામતારા વેબ સિરીઝ ખૂબ પ્રખ્યાત થઇ હતી.
જામતારા વેબ સિરીઝમાં પાંચથી સાત અભણ યુવકોની ટોળકી અંગ્રેજી ભાષામાં વાત કરી લોકોને લુંટે છે.
આવું જ કંઇક અમદાવાદના એક યુવક સાથે બન્યું હતુ.
યુવકને KYC અપડેટ કરાવવાના બહાને કોલ કરી ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે રૂ. 10.95 લાખ પડાવી લીધા હતા.
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાઇ અને પોલીસ ઝારખંડ પહોંચી
પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન કબજે કર્યા, જેના ડેટા એનાલિસીસ કરી કેટલા લોકોને ભોગ બનાવવામાં આવ્યાં છે તે દિશામાં તપાસ ચાલી રહીં છે.
અમદાવાદ. ટુંક સમય પહેલા નેટફ્લીક્સ પર “JAMTARA” નામની એક વેબ સિરીઝ રીલીઝ થઇ હતી. જેમાં પાંચથી સાત યુવકોની ટોળકી જામતારામાં બેઠા બેઠા દેશના દરેક ખૂમાં રહેલા લોકોને ફોન કરી જુદા જુદા બહાને ઓનલાઇન ફ્રોડ કરી રૂપિયા પડાવી લે છે. આ ટોળકી એટલી શાતીર હોય છે કે, પુરષને ફોન કરી મહિલાઓના અવાજમાં વાત કરી છેતરે અને મહિલાઓને પુરૂષના અવાજમાં વાત કરી બેન્ક ખાતાની તમામ વિગતો મેળવી લાખોનો ચુનો ચોપડે છે. આ વેબ સિરિઝ સત્ય ઘટનાઓ પર આધારીત છે, કારણ કે આવી જ ઘટના અમદાવાદના એક યુવક સાથે બની હતી. બનાવ સંદર્ભે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે જામતારાની અજય મંડલ ગેંગના બે સાગરીતોની ઝારખંડથી ધરપકડ કરી છે. જ્યારે આ રેકેટ ચલાવનાર મુખ્ય ત્રણ ભેજાબાજોની પોલીસે પુછતાછ હાથ ધરી છે.
જામતારાના વેબ સિરિઝ જેવી ઘટના અમદાવાદના યુવક સાથે બની, શું થયુ હતુ જાણો ?
અમદાવાદ ખાતે રહેતા ધવલ નાણાવટીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, ગત તા. 10 મેના રોજ તેમના મોબાઇલ પર “Dear customer please complete your PYT MKCY Documents Expire today your service will block within 24 hrs. call us immediately thank you”નો મેસેજ આવ્યો હતો. જોકે તેમણે આ નંબર પર કોલ નહીં કરી જવાબ આપ્યો નહતો. જોકે થોડા સમય બાદ મેસેજમાં આપેલા નંબરથી ધવલભાઇને ફોન આવ્યો અને પે-ટીએમ સેન્ટરમાંથી વાત કરૂ છું અને તમારો પે-ટીએમ કેવાયસી પેન્ડીંગ છે અને ઓનલાઇન વેરીફિકેશન માટે કોલ કર્યો છે, તમારા ક્રેડીટ કાર્ડની ડિટેઇલ્સ ભરો જેથી તેમણે ક્રેડિટ કાર્ડનો નંબર અને પીન સબમીટ કરતા ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે રૂ. 10,95,261 ઉપાડી લેવામાં આવ્યાં હતા.
મામલો અમદાવાદ સાયબર ક્રાઇમમાં પહોંચ્યો
ધવલ નાણાવટી સાથે થયેલી છેતરપીંડી મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો અને સમગ્ર મામલની તાપસ ઇન્સપેકટર એસ.આર. મુછાળને સોંપવામાં આવી હતી. પે-ટીએમ, કેવાયસી અપડેટ કરકવાના બહાને અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપીંડી કરાઇ હોવાની અનેક કિસ્સાઓ પોલીસ સમક્ષ આવી રહ્યાં હતા. જેથી ઠગાબજા ટોળકીને ઝડપી પાડવા સમગ્ર ઘટનાનો પી.આઇ મુછાળ અને તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન મોબાઇલ નંબર અને ટેકનીકલ એનાલીસિસ દ્વારા સમગ્ર રેકેટ જામતારા, ગીરડીહ, ઝારખંડ ખાતેથી ઓપરેટ થતુ હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતુ.
અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આરોપીઓને પકડવા ઝારખંજ પહોંચી
પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર રેકેટનો ભાંડો ફુટ્યો હતો. જેથી પી.આઇ એસ.આર. મુછાડ, સબ ન્સપકેટર આર.આર મિશ્રા અને તેમની ટીમના સભ્યો મંડલ ગેંગના સાગરીતોને પકડવા માટે ઝારખંડ ખાતે પહોંચી હતી. જ્યાં ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસ મંડલ ગેંગના ભેજાબાજ શીવકુમાર ઉર્ફે ગુપ્તાજી આનંદપ્રસાદ અને ગૌસુલવરા મોહંમદિશ્હાક અંસારીને દબોચી લીધા હતા. આ બન્ને ભેજાબાજો રેકેટ ચલાવનાર અજય મંડલ, ગોવિંદ મંડલ અને કુંદનકુમાર મંડલને પણ ઝડપી પાડી તેમની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી રહીં છે.
જામતારાની મંડલ ગેંગ કંઇ રીતે નેટવર્ક ઓપરેટ કરી લોકોને છેતરે છે.
અજય મંજલ અને ગોવિંદ મંડલ તેના મળતીયાઓ પાસેથી બલ્કમાં મેસેજો બ્લાસ્ટ કરવાતા હતા. મેસેજ મળતા જ જો કોઇ વ્યક્તિ સામેથી કોલ કરે તો અજય મંડલનો સાગરીત ફોન ઉપર પેટીએમ કેવાયસી અપડેટ કરવાનુ જણાવી તેની પાસેથી પેટીએમની વિગતો મેળવી ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. આ રૂપિયાથી ઓનલાઇન એમેઝોનમાંથી ગીફટ વાઉચર ખરીદ કરી તે ગીફ્ટ વાઉચર પ્રોસેસ કરી રૂપિયાને રોકડમાં રૂપાંતર કરવા માટે અજય મંડલ, શીવમ નામના વ્યક્તિને એમેઝોન ગીફ્ટ વાઉચર મોકલી આપતો હતો. શીવમ પોતે 5 ટકા કમિશન રાખી એમેઝોનના ગીફ્ટ વાઉચરો ગૌસુલને આપતો અને ગૌસુલ પોતે 5 ટકા કમિશન લઇ અન્ય લોકોના ઓનલાઇન યુટીલીટી બીલ, જેવા કે, લાઇટબીલ, રીચાર્જ, મોબાઇલ ફોન બીલ, ઇન્શ્યોરન્સ વિગેરે બીલો ભરતો હતો. અને તેમાંથી રોકડ રકમ મેળવી અજય મંડલ અને તેની ગેંગ દ્વારા આપવામાં આવેલા બેન્ક ખાતામાં રોકડ મેળવતા હતા. આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે પચાસ જેટલા બેન્ક ખાતાઓ તેમજ મની વોલેટની માહિતી મેળવી છે, જેમાં આરોપીઓ રોકડ રકમ જમા કરાવી અજય મંડલ અને તેની ગેંગ સુધી પહોંચાડતા હતા.