માસ્ક નહિ પહેરનાર સામે હાઈકોર્ટ નારાજ, કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સેવા આપવા આદેશ કર્યો

WatchGujarat. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને નોટીફીકેશન જાહેર કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે 2 ડિસેમ્બરના રોજ રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સ અને અન્ય નિયમનોનું પાલન કરનાર લોકો માટે કોવિડ કેર સેન્ટરમાં નોન મેડિકલ (તબિબિ સીવાયની) સેવા માટે મોકલવાનો પરિપત્ર બહાર પાડવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે, જો કોઇ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર અથવા તો મોઢુ ઢાંક્યા વગર જાહેર સ્થળે પર પકડાય અથવા તો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરે તો તેને કોમ્યુનિટી સર્વિસ માટે સ્થાનિત તંત્ર દ્વારા ચલાવવામાં આવતા કોવિડ કેર સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ મોકલો. માસ્ક નહીં પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરનારને તબિબિ સીવાયની ફરજ જેમ કે, સાફ સફાઇ, હાઉસ કીપીંગ, જમવાનું બનાવવું, રેકોર્ડની રાખવા, ડેટા એન્ટ્રી કરવી, વગેરે જેવા કામ આપવામાં આપવા જોઇએ. કોમ્યુનીટી સર્વિસની સેવા 4 – 6 કલાક પ્રતિદીન અને 5 થી 15 દિવસ સુધી રાખવી. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે.

More #કોવિડ #Covid #Mask #Gujarat High Court #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud