• શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી.
  • ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલા લાગેલી આગ અકસ્માતની ન્યાયીક તપાસ ગુજરાત હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય CM રૂપાણીએ લીધો

 

 

cm vijay rupani

Watchgujarat.  CM વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલા લાગેલી આગ અકસ્માતની ન્યાયીક તપાસ ગુજરાત હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય લીધો છે. અગાઉ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી.

રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં બનેલી આગ અકસ્માતની ઘટનાના 48 કલાક બાદ સરકારે મહત્વની જાહેરાત કરી છે. CM વિજયભાઈ રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનીની આગ દુર્ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજને સોંપવાનો નિર્ણય લીધો છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લાગેલી આગમાં સારવાર લઈ રાહેલા 5 લોકોને રેસ્ક્યુ કરી શકાયા ન હતા અને તમામ પાંચેય લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા. બીજા 27 લોકોને રેસ્ક્યૂ કરીને અન્યત્રે શિફ્ટ કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દીઓના મોત થયા હતા. જેને કારણે રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઇને ચાલતી લાલીયાવાડી સામે આવી હતી. રાજટોક અગ્નિકાંડ અંગે પીએમ મોદીથી લઇને CM વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ હતું. CMએ ઘટનાની તપાસ માટે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તાત્કાલિક રાજકોટ જવા રવાના કરીને ઘટનાના મુળ સુધી જવા સૂચનાઓ આપી હતી. એ. કે. રાકેશ રાજકોટમાં સમગ્ર મામલાની જરૂરી તપાસ કરી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud