• ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ બોડેલી પ્રવેશતા જ તાલુકા સેવા સદન પાસેથી જંગી બાઈક રેલી સાથે કાર્યકમમાં પહોંચ્યા
  • જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત સીટો જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા 32 જિલ્લા પંચાયતના પ્રતીક રૂપે સી આર પાટીલને હાર અર્પણ કરાયો
  • મંડપનો એક ભાગ જમીનદોસ્ત થતા એક તબક્કો કાર્યકર્તાઓમાં ચિંતા

WatchGujarat. બોડેલીના શિરોલવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં એકઠી થયેલી જનમેદની વચ્ચે સુસવાટાભેર પવન ફુંકાતા મંડપ ઉડી ગયો હતો. અને તેનું માળખાને એક ભાગ પડી ગયો હતો. જો કે, સદ્ભાગ્યે જાનહાનિ કે ઇજા થઇ ન હતી.

 

ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ બોડેલી પ્રવેશતા જ તાલુકા સેવા સદન પાસેથી જંગી બાઈક રેલી સાથે કાર્યકમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત સીટો જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા 32 જિલ્લા પંચાયતના પ્રતીક રૂપે સી આર પાટીલને હાર અર્પણ કરાયો હતો  ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે સી.આર.પાટીલએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને છ એ છ તાલુકા પંચાયતોની ચૂંટણી જીતવનો દાવો કર્યો હતો.

સી.આર .પાટીલએ વધુમા એ પણ જણાવ્યું કે આ વખતે ચૂંટણીની ટીકીટ ફાળવણી માટે નિયમ બદલ્યા છે. નિયમમાં કોઈ સગાવાદ કે કોઈ પણ નેતાની સિફારીશ નહિ ચાલે. 60 વર્ષથી ઉપરના લોકોને પણ ટીકીટ નહિ આપવામા આવે છોટાઉદેપુર જિલ્લાની 32 સે 32 જિલ્લા પંચાયતની સીટ હાંસલ કરવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બોડેલીમાં પ્રવેશતા જ નગરમાં એક બાઈક રેલી નિકળી અને ત્યારબાદ સભા સ્થળે જંગી જનમેદની સામે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સી.આર.પાટીલ, મંત્રી બચુ ખાબડ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિતના નેતાઓ માસ્ક વિના જોવા મળ્યા સ્ટેજ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં સુસવાટા ભેર પવન ફુંકાતા મંડપ ઉડ્યો હતો. અને તેનું માળખુ એક તરફથી નમી ગયું હતું. મંડપનો એક ભાગ જમીનદોસ્ત થતા એક તબક્કો કાર્યકર્તાઓમાં ચિંતા જોવા મળી હતી. જો કે, બનાવમાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud