• નેતાઓ અને પત્રકારો સહિત દેશના આશરે 300 લોકોની જાસૂસી થઈ હોવાનો દાવો
  • આ મામલામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાનું નામ સામે આવ્યું
  • મારા અવાજ સાથે પ્રેમ હશે એટલે મારો અવાજ સાંભળતા હશે : પ્રવીણ તોગડિયા

WatchGujarat. તાજેતરમાં પેગાસસ દ્વારા નેતાઓ અને પત્રકારોની જાસૂસીનો મામલો સામે આવ્યો છે. જેમાં પેગાસસ દ્વારા ફોન હેકિંગમાં કરીને પ્રવીણ તોગડિયાની પણ જાસુસી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોતાનુ નામ આવતા પ્રવિણ તોગડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમને મિડિયાને કહ્યું કે લોકો તે પસંદ નથી પરંતુ તેમનો અવાજ પસંદ હશે, એટલા માટે આ જાસુસી કરવામાં આવી હશે.

મળતી વિગતો અનુસાર નેતાઓ અને પત્રકારો સહિત દેશના આશરે 300 લોકોની જાસૂસી થઈ હોવાનો એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં પેગસાસ દ્વારા ફોન હેકિંગ કરીને નેતાઓ અને પત્રકારોની જાસૂસી કરી હોવાની વાત જાણવા મળી છે. આ મામલામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાનું નામ સામે આવ્યું છે.

નવસારીની મુલાકાતે આવેલા પ્રવિણ તોગડિયાએ આ અંગે વાત કરતાં મિડિયાને જણાવ્યું હતું કે, અમે એવું સાંભળ્યું છે કે ભારતમાં પાકિસ્તાની એજન્ટોની જાસૂસી થાય છે. નહીં કે દેશ ભક્તોની. મારૂ સંપૂર્ણ જીવન ભારત માટે કામ કરવામાં રહ્યું છે. હવે હું પાકિસ્તાની એજન્ટ થઈ ગયો છું કે મારી જાસૂસી કરવામાં આવી. જો ડર હોય તો પાકિસ્તાની એજન્ટોનો ડર હોય, દેશભક્તોથી કોણ ડરે? દેશભક્તોથી તો દેશદ્રોહી જ ડરે.

આ અંગે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું જે જાહેરમાં કહું છું એજ વાત ફોન પર કરતો હોઉ છું. જેથી મારી વાતોમાં છુપાવવા જેવું કઈ નથી. જો છુપાવવા જેવું જ કઈ નથી, તો જાસુસી કરનારને સાંભળવું છે શું? હું હંમેશા હિંદુઓના હકની વાત કરતો આવ્યો છું. એ રામ મંદિરના નિર્માણની વાત હોય કે પછી દેશમાં લવ જેહાદ અને ગૌહત્યા મામલે કાયદો બનાવવાની વાત હોય. જેના કારણે ઘણા લોકોને હું પસંદ નથી. પરંતુ લાગી રહ્યું છે કે તેમને મારો અવાજ પ્રિય છે. એટલા માટે મારી જાસૂસી કરીને રાત્રે અવાજ સાંભળતા હશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud