• ગ્રામ્ય વિસ્તારમાં ઘોડા પ્રત્યે લોકોને પ્રેમ અને લાગણીમાં સહેજ પણ ઓટ આવી નથી
  • ત્રિપલ સવારી કરાતા ઘોડો વિફરે છે અને બેકાબુ બનીને આમ તેમ જઇ રહ્યો છે

ત્રિપલ સવારી કરતા ઘોડો વિફર્યો, અશ્વારે કઈ રીતે બાળકનો જીવ બચાવ્યો (જુઓ VIDEO)

WatchGujarat. એક સમયે ઘોડાના માલિક હોવું વિસ્તારમાં ગર્વની વાત હતી. પરંતુ હવે સમય જતા પ્રસંગોપાત જ ઘોડાનો ઉપયોગ થાય છે. જો કે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઘોડા પ્રત્યે લોકોને પ્રેમ અને લાગણીમાં સહેજ પણ ઓટ આવી નથી. તાજેતરમાં સોશિયલ મિડીયા પર એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ત્રિપલ સવારી કરાતા ઘોડો વિફર્યો હતો. દરમિયાન અશ્વારની સમયસુચકતાને પગલે બાળકનો જીવ બચી ગયો હતો.

શહેરમાં ટુ વ્હીલર પર બે લોકો બેસીને હરીફરી શકે તેવો નિયમ છે. પરંતુ ટુ વ્હીલર પર ત્રિપલ સવારીની મુસાફરી લોકો જીવના જોખમે પણ માણતા હોય છે. જો કે ટુ વ્હીલરના નિયમો પ્રાણીઓ પર લાગુ થતા નથી. લોકો તેમની મજા ખાતર પ્રાણીઓ પર પણ ત્રિપલ સવારી કરતા પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. 

તાજેતરમાં સોશિયલ મિડીયા પર એક વિડીયો વાઇરલ થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, વાઇરલ થયેલો વિડીયો સુરેન્દ્રનગરના એક ગામનો હતો. વિડીયોમાં ઘોડા પર સ્થાનિક દ્વારા ત્રિપલ સવારી કરવામાં આવે છે. જેને કારણે ઘોડો વિફરે છે અને બેકાબુ બનીને આમ તેમ જઇ રહ્યો છે. દરમિયાન ઘોડાની અડફેટે નાનો બાળક આવી જતા રહી જાય છે.

વિફરેલી ઘોડી ગોળ ગોળ ફરી રહી છે. ત્યારે તેની અડફેટે નાનો બાળક આવી જાય છે. તેવા સમયે અશ્વાર સમયસુચકતા વાપરીને સહેજ નીચે વળીને બાળકને ઉંચકી લે છે. આમ કરવાથી નાના બાળકનો વિફરેલા ઘોડાની અડફેટે આવતો બચી જાય છે. પશુ જોડે અમાનવીય વર્તનના કારણે ક્યારેક તેમના ગુસ્સાનો ભોગ પણ બનવાનો વારો આવી શકે છે.

More #ત્રિપલ સવારી #Surendranagar #Village #Horse riding #Viral Video #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud