રાજસ્થાનના બે શખ્સો નંબર વગરની બાઇક લઇ વડોદરા ખાતે લૂંટના ઇરાદે હથિયારો સાથે નિકળ્યાં
મકરપુરા વિસ્તારમાંથી ટુંક સમય પહેલા બાઇકની ચોરી કરી હતી, તે જ બાઇક પર લૂંટ કરવા નિકળ્યાં
NH-48 પર વાસદ પોલીસે શંકાના આધારે બાઇક ચાલકોની પુછપરછ કરી અંગ ઝડતી કરતા તમંચો, 2 જીવતા કારતૂસ, ખંજર અને મરચાની ભૂકી મળી આવી
ગોરવા વિસ્તારમાં રહેતા કિશોર તોસવાડાએ સિનિયર સિટીઝન દંપતિના ઘરની રેકી કરી સાગરીતો સાથે લૂંટનો પ્લાન ઘડ્યો
WatchGujarat. શહેરના ગોરવા વિસ્તારમાં એક રહેતા સિનિયર સિટીઝનને દંપતિને લૂંટનો પ્લાન ઘડી રાજસ્થાનના બે સાગરીતોને વડોદરા ખાતે બોલાવવમાં આવ્યાં હતા. જોકે લૂંટના પ્લાનને અંજામ આપે તે પહેલા જ વાસદ પાસે આણંદ પોલીસે વગર નંબરની બાઇક પર નિકળેલા બે શંકાસ્પદ શખ્સોને અટકાવી પુછપરછ કરતા તેમની પાસેથી બે દેશી તમંચા, કરતૂસ અને મરચાની ભૂકી મળી આવતા લૂંટનો પ્લાન ફેઇલ થયો હતો. વાસદ પોલીસે આ મામલે રાજસ્થાનના બે હિશ્ટ્રી શિટર અને વડોદરાના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે આણંદ DYSP બી.ડી જાડેજાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, ગત રોજ વાસદ ચોકડી પાસે પોલીસે નાઇટ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ બાઇક ઉપર બે યુવાન નજરે ચઢ્યા હતા. જેથી પોલીસ કર્મીઓએ બાઇક સવાર બન્ને યુવકોનુ નામ ઠામ પુછતા તેમણે પોતાનુ નામ દિનેશ નારાયણલાલ ગુર્જર (રહે. રાજસ્થાન) અને હિમ્મત નરોજી ગુર્જર (રહે. રાજસ્થાન) હોવાનુ જણાવ્યું હતુ. બાઇકની નંબર પ્લેટ અને જરૂરી દસ્તાવેજો અંગે બન્નેને પુછતા તેઓએ ગલ્લા તલ્લા કરવાના શરૂ કર્યાં હતા. જેથી પોલીસની શંકા પ્રબળ બનતા દિનેશ અને હિમ્મતની અંગ ઝડતી કરતા તેમની પાસેથી એક દેશી તમંચો, 2 જીવતા કારતૂસ, 1 ખંજર અને મરચાની ભૂકી મળી આવ્યાં હતા.
બન્નેની શખ્સોની પોલીસે આ બાબતે કડકાઇથી પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે, વડોદરાના ગોરવા પંચવટી ખાતેની જય જલારામ સોસા.માં રહેતો કિશોર અર્જુનભાઇ તોસવાડા તેના વિસ્તારમાં એક રહેતા સિનિય સિટીઝન દંપતિના ઘરે છત પર કુલીંગનુ કામ કરવા માટે ગયો હતો. તે સમયે તેને આ સિનીયર સિટિઝન દંપતિને લૂંટવાનો પ્લાન ઘડી અમને જાણ કરી હતી. જેથી ગોરવા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન દંપતિને લૂંટવા માટે અમે ત્રણે પ્લાન બનાવી ગુનાને અંજામ આપવા નિકળ્યાં હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં એમ પણ જાણવા મળ્યું કે, ગોરવા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝન દંપતિને લૂંટવા માટે આ ટોળકીએ અગાઉ તેમના ઘરની રેકી કરી હતી. રેકી કરી તમામ જરૂરી માહિતી એકત્ર કર્યા બાદ લૂંટનો પ્લાન ધડવામાં આવ્યો હતો. તેમજ થોડા સમય પહેલા મકરપુરા વિસ્તારમાં બાઇક ચોરીનો એક ગુનો નોંધાયો હતો. જે બાઇક ચોરી પણ દિનેશ અને હિમ્મત દ્વારા કરવામાં આવી હતી. અને એજ ચોરીની બાઇક પર સવાર થઇ આ બન્ને શખ્સો રાજસ્થાનથી વડોદરા ખાતે એક રહેતા સિનિયર સિટીઝનને લૂંટવા માટે નિકળ્યાં હતા.
પરંતુ આણંદ પોલીસની ટીમે વડોદરા થનારી લૂંટના પ્લાન વાસદ પાસે જ નિષ્ફળ બનાવી દઇ ત્રણેય ગુનેગારોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ દિનેશ ગુર્જરની બે ગુનાઓમાં સંડોવણી બહાર આવતા રાજસ્થાન પોલીસે તેની અગાઉ ધરપકડ કરી હતી.