વાસદ ગામના ગેટ પાસે શુક્રવારે સવારે 9-30 વાગ્યાના અરસામાં સર્જાયો હતો વિચિત્ર અકસ્માત
વાસદ ટોલ નાકા પહેલા ગાડીઓની લાંબી લાઇન લાગી હતી
એસ.ટી બસના ચાલકે અચાનક કાબુ ગુમાવતા બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
વિચિત્ર અકસ્માતમાં અલ્ટો કાર પાસે ઉભેલા આણંદના કિન્નરનુ ઘટના સ્થળે જ મોત
અકસ્માતમાં અન્ય એક કિન્નર પણ ઇજાગ્રસ્ત
વડોદરા. રાજ્ય કે રાજ્ય બહારના હાઇવે પરના ટોલનાકા પર કિન્નરોને ઉભા રહેતા આપણે જોયા હશે, ત્યારે હાઇવે પરના ટોલનાકા પર ઉભે રહેવુ કેટલુ જોખમી બની શકે છે, તેની કલ્પના પણ કોઇએ નહીં કરી હોય, તેવામાં વાસદ ગામના ગેટ પાસે શુક્રવારે સવારે અકસ્માતની આ વિચિત્ર ઘટનામાં કાર પાસે ઉભેલા એક કિન્નરે જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક કિન્નરને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે વાસદ પોલીસ ઇન્સપેકટર પી.જે પરમારે watchgujarat.com સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ કે, વાસદ ટોલનાકા પર એક તરફ ગાડીઓની લાંબી લાઇન લાગી હતી. જ્યારે રોજની બીજી તરફ કેટલીક કાર પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન સવારે 9-30 વાગ્યાના અરસામાં ભરૂચ ડેપોની એસ.ટી બસ જંબુસરથી નિકળી કારણડા ગામે જવા માટે નિકળી હતી. જ્યાં વાસદ ટોલ નાકા પાસે અચાનક એસ.ટી બસના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવતા લાઇનમાં ઉભેલી કારમાં ધડાકાભેર ભટકાઇ હતી.
https://youtu.be/u2zpWfgfjbM
વધુમાં તેઓએ જણાવ્યું કે, એસ.ટી બસના ચાલકે લાઇનમાં ઉભેલી બે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કાર પાસે ઉભેલા કિન્નાર સોનમ માસી અડફેટે આવી જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. તથા તેમની સાથેના અન્ય કિન્નર સોનમ માસીને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે આ બન્ને કિન્નર મુળ આણંદના હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવને પગલે વાસદે પોલીસે એસ.ટી બસના ચાલકની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી છે. અકસ્માતના આ વિચિત્ર બનાવને પગલે વાસદા ટોલનાકા પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.