• કોરોનાના નિયમોના પાલનમાં સરકારની બેવડી નિતી સામે આવી રહી છે
  • પુર્વ મંત્રીની પૌત્રીના સગાઇ પ્રસંગમાં એક હજારથી વધારે લોકો એકઠા થયા
  • સમગ્ર મામલે કર્મશીલ રોમેલ સુતરીયાએ તાપી જિલ્લાના પોલીસ વડા સાથે વાત કરી કાર્યવાહી કરવા રજુઆત કરી
  • વિડિઓ વાયરલ થતાં ગૃમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યાં હોાવનુ જાણવા મળી રહ્યું છે. 

ભાજપના પૂર્વ આદિજાતી મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં સરકારની કોવિડની ગાઇડલાઇન VIDEO માં શોધવી પડે તેવી સ્થિતિ, જુઓ

WatchGujarat. સરકારની આ પ્રકારની બેવડી નિતી સામે પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. છતાંય તંત્ર કે સરકાર અધિકારીઓ પર તેની કોઇ અસર જોવા મળતી નથી. સામાન્ય નાગરીક રસ્તા પર નિકળે અને નાકથી થોડે નિચે માસ્ક હોય તો પણ રૂ. 1000નો તાત્કાલીક દંડ ફટકારી દેવામાં આવે છે. ત્યારે ભાજપના પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇ પ્રસંગે હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ સરકારની કોવિડની ગાઇડલાઇનનો સરેઆમ ઉલ્લંઘન કરતા વિડિઓમાં જોવા મળી રહ્યાં છે.

દિવાળી બાદથી રાજ્યામાં કોરોનાનો વ્યાપ વધુને વધુ ફેલાઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાને ડામવા માટે ચાર મહાનગરોમાં અચોક્કસ મુદ્દતનો રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો છે. બીજી તરફ સરકારની કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરાવતી પોલીસ અને પાલિકા તંત્ર પ્રજાનો સામે સખ્ત કાર્યવાહી કરતી રોજે રોજ જોવા મળી રહ્યાં છે. તેવામાં સરકારની કોવિડની ગાઇડલાઇનનો જાહેરમાં હાજરો લોકો ભંગ કરતા આ વિડિઓમાં જોવા મળી રહ્યાં છે.

આ વિડિઓ તાપી જિલ્લા ડોસવાડા ગામનો છે, જ્યાં ભાજપના પૂર્વ આદિજાતી મંત્રીના પૌત્રીની ગત રોજ સગાઇનો કાર્યક્રમ રાત્રીના સમયે રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી પુરાવી હતી. પરંતુ કોરોના કાળમાં કેન્દ્ર સરકારે કોવિડની જે ગાઇડલાઇન બહાર પાડી છે. તે મૂજબ આ પ્રસંગમાં કોઇ પણ પ્રકારનુ પાલન થતુ જોવા મળ્યું ન હતુ. આ વિડીયો વાઇરલ થયા હતા.

સામાન્ય નાગરીકના નાક નિચેથી થોડુક પણ જો માસ્ક હટી જાય તો તેની સામે તુરંત કાર્યવાહી કરી હજારોનો દંડ વસુલી લેવામાં આવે છે. જોકે કોઇ દુકાનમાં ગાઇડલાઇનનુ ઉલ્લંઘન થયા તો તેને સીલ કરી દેવામાં આવી છે. પરંતુ જ્યારે રાજકીયા પાર્ટી અથવા તો કોઇ રાજકારણીનો પ્રસંગ હોય ત્યાં જાણે કોરોનાને નો-એન્ટ્રી હોય તેમ છડેચોગ સરકરાની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન થતુ જોવા મળે છે. છતાંય તંત્ર દ્વારા આવા સ્થળે કોઇ પણ પ્રકરાની કાર્યવાહી કે પગલા લેવામાં આવતા નથી.

ત્યારે જનાત સરકાર પાસે સવાલ પુછી રહી છે કે, કોરોના શું માત્ર સામાન્ય વ્યક્તિઓને જ ઓળખે છે ? શું કોરોના રાજકીય પક્ષ કે રાજકારણીઓને નથી ઓળખતો ? સરકારની કોવિડની ગાઇડલાઇન માત્ર સામાન્ય વ્યક્તિઓને જ લાગુ પડે છે ? દંડની કાર્યવાહી સામાન્ય નાગરીકો પાસેથી જ કેમ કરવામાં આવે છે ? રાજકીયા પાર્ટી કે પક્ષથી જોડાયેલી વ્યક્તિને કોરોનાની ગાઇડલાઇન લાગુ નથી પડતી ? આવા અનેક સવાલો આ વિડિયો જોયા બાદ લોકોના મનમાં ઉઠી રહ્યાં છે. પરંતુ પાંગળી બનેલી સરકાર અને તેના ભ્રષ્ટઅધિકારીઓ વકદાર લોકો સામે કાર્યવાહી કરવામાં પીછે હઠ કરે છે.

આ મામલે સ્થાનિક સામાજીક કાર્યકર રોમેલ સુતરિયાએ તાપી જિલ્લાના પોલીસ વડાને ટેલિફોનીક જાણ કરી હતી. અને વિડિઓ પણ પોલીસને મોકલવામાં આવ્યાં હતા.

More #COVID #BJP #Watch Gujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud