• દિલ્હીમાં દિગ્ગજ વ્યક્તિને જોયા તે પિતાની પહેચાન નહિ, દીન દુખિયાની સેવા એ પિતાની ખરી પહેચાન પીરામણમાં જોઈ : મુમતાઝ પટેલ
  • HMP ફાઉન્ડેશનનું શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે વ્યાપ વધારી, સાંસદ ના દત્તક ગામ વાંદરીનો વિકાસ સહિતના અહેમદ પટેલના જનજન ના સેવાકીય કાર્યો ને પુત્ર અને પુત્રી આગળ ધપાવશે
  • પીરામણ ગામે જનનાયક અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા રાજ્યભરમાંથી આગેવાનો અને લોકો ઉમટ્યા

WatchGujarat. દિગ્ગજ દિવંગત સાંસદ અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસ અને લાખો લોકોના જીવનમાં ખાલીપો વર્તાઈ રહ્યો છે ત્યારે સદા દીનદુખિયાની સેવામાં તત્પર રહેતા મરહુમ અહેમદ પટેલના કાર્યોને કેવી રીતે આગળ વધારાશે, તેમની કદી આપૂર્તિ નહિ થનારી ખોટ વિશે પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે ભારે હૈયે પિતા અહેમદ પટેલની ખરી વિરાસત કઈ છે અને તેને આગળ વધારવા સોમવારે વેદના સભર જણાવ્યું હતું.

મરહુમ સાંસદ અહમદ પટેલના સેવાકાર્યોની સુવાસ સમગ્ર દેશભરમાં ફેલાયેલી છે ત્યારે તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ આ સેવા કાર્યોને આગળ વધારવા માંગે છે. હાલ બંને ભાઇ- બહેન રાજકારણમાં સક્રિય થવાનો કોઈ ઇરાદો ધરાવતાં નથી.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, પિતા અહેમદ પટેલના નિધન બાદ કેટલાય લોકોએ પૂછ્યું કે, હવે તેમના કાર્યોને કોણ આગળ લઈ જશે. ત્યારે એક જ વિચાર આવ્યો પિતાના વર્ષોના કાર્યો અને સેવા સામે તેમના સૂઝમાં તેઓ ફિટ થઈ શકે તેમ નથી.

આટલા વર્ષોમાં જોયું કે તેમની સાચી વિરાસત MP કે MLA બની આગળ નહિ લઈ જઈ શકાય. પિતા અહેમદ પટેલનો સાચો વારસો લોકસમાજ અને ગરીબોની સેવાનો છે, જે વિરાસતને અમારે આગળ વધારવાની

પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં મોટી સકસીયત તરીકે પિતા અહેમદ પટેલને જોયા તે એમની ખરી પહેચાન નથી. તેમની ખરી પહેચાન  દીન દુખિયાની સેવા કરવાની છે. જે અહીં અમને હજારો લોકોના તેઓ પ્રત્યેના આદર અને પ્રેમને જોઇ જોવા મળી છે. પિતાની દીન દુખિયાઓ ગરીબોની સેવા કરવાની પહેચાનને આગળ લઈ જવાશે જે થકી તેઓના કાર્યો હંમેશા જીવંત રહેશે.

રાજયસભાના સાંસદ અહેમદ પટેલ હંમેશા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને મદદ કરતાં આવ્યાં છે. એચએમપી ફાઉન્ડેશનના માધ્યમથી તેઓ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્ર પર ભાર મુકી રહયાં હતાં. મરહુમ સાંસદ અહમદ પટેલના નિધન બાદ તેમના સેવાકાર્યોને કોણ આગળ લઇ જશે તે સવાલ ઉભો થયો હતો પણ સાંસદ અહેેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહયું છે કે, તેમના પિતાએ જે કાર્યો કર્યા છે તે ભુલી શકાય તેમ નથી અને તેઓ પિતાના સેવાકીય કાર્યોને આગળ લઇ જવા જશે.

સાંસદ અહમદ પટેલ ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં ખાસ સક્રિય રહેતાં હતાં. તેમણે દેડીયાપાડાના અંતરિયાળ ગામ વાંદરીને દત્તક લઇ ત્યાંના લોકોનું જીવન બદલી નાંખ્યું છે. મરહુમ સાંસદ અહમદ પટેલની પુત્રી મુમતાઝે પણ વાંદરી ગામ તથા તેમના પિતા જયાં સેવાકાર્ય કરતાં હતાં ત્યાં તેમની પ્રવૃતિઓ ચાલુ રાખી પિતા અહેમદ પટેલની જનજનની સેવાના વારસા ને જ આગળ વધારવા કટિબદ્ધતા બતાવી છે.

સોમવારે પીરામણ ગામે મરહુમ જનનાયક અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પવા તેઓના નિવાસ સ્થાને પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં રાજ્યના ખૂણે ખૂણેથી આગેવાનો, કાર્યકરો સહિત લોકો ઉમટી પડ્યા હતા. જિલ્લા અને તાલુકા સ્થળોએ પણ કોંગ્રેસના દિગજ્જ નેતા અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

More #Ahemad Patel #Congress #Exclusive #Bharuch News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud