• નીચે મુજબ તમામ આંકડાકીય માહિતી વડોદરાની છે.
  • વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 48.71% મતદાન થયું હતુ.
  • વર્ષ 2015માં કુલ મતદાર 12,47,460માંથી કુલ 6,07,699 મતદાન કર્યું હતુ
  • વર્ષ 2021માં 2,16,752 મતદારો ઉમેરાતા કુલ મતદારોની સંખ્યા 14,64,212, જેમાંથી 6,91,914 લોકોએ મતદાન કર્યું
  • 1995ની સાલમાં જન્મેલા યંગ વોટર્સે ભાજપને જ જોઇ છે.

ચિંતન શ્રીપલી  વર્ષ 1995 બાદ જન્મેલી યૂવા પેઢીએ માત્ર ભાજપનો જ દબદબો જોયો છે. એમના માટે કોંગ્રેસ અસ્તિસ્વ વિનાની પાર્ટી છે ત્યારે આ યૂવા પેઢી BJP સિવાય કોઈ પક્ષ જ નથી એવું સમજે છે એમ કહેવું સ્હેજપણ અતિશ્યોક્તિ ભરેલું નથી. તેથી ચાલુ વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આ યૂવા પેઢીના કારણે લાભ પ્રાપ્ત થઈ શકે તેવી શક્યતાઓ જણાય છે. કોરોના કાળ અને કપરી મોંઘવારીનાં સમયમાં, સ્થાનિક પ્રશ્નો, પ્રજાહિતને જોયાં વિના રાજ્યમાં 46.08% મતદાન થયું છે. ત્યારે માત્ર ભાજપના નામે અનેક ઉમેદવારો યૂવા મતદારોને કારણે ચૂંટાઈ આવે તેવું જણાય છે.

ગુજરાતમાં વર્ષ 1995થી ભારતીય જનતા પાર્ટીનુ સાશન ચાલી છે. સ્વઃ કેશુભાઇ પટેલ બાદ રાજ્યની સુકાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. ત્યારથી જ ભાજપનો જોર શોરથી સમગ્ર રાજ્યમાં પ્રચાર શરૂ થયો હતો. આ પ્રચાર પ્રસાર ધીમે ધીમે દેશના ખૂણે ખૂણે પહોંચ્યો અને આજે ગુજરાતને દેશનુ વિકાસ મોડલ માનવામાં આવે છે. દરમિયાન વિપક્ષ નામ માત્રની રહીં હોય તેવુ કહેવુ ખોટુ નથી, ત્યારે વર્ષ 1995માં જન્મેલા યંગ વોટર્સે જન્મથી જ ભાજપને જોઇ છે. જેથી યંગ વોટર્સને ભાજપના કમીટેડ વોટર્સ કહીં શકાય. અલબત વર્ષ 2015ની(45.67%) સરખામણીમાં કોરોના કાળ અને કપરી મોંઘવારી વચ્ચે પણ રાજ્યમાં 46.08 % મતદાન નોંધાયું છે. જે ભાજપને ફાયદો કરવાશે તે નક્કી છે.

ડીજીટલ યુગમાં પ્રચાર પ્રસાર કંઇ રીતે કરવો અને યુવાઓને કંઇ રીતે આર્ષવા તે ભારતીય જનતા પાર્ટી પાસેથી અન્ય રાજકીય પાર્ટીઓએ શીખવાની જરૂર છે. ટેકનોલોજી અને ડીજીટલ યુગમાં જન્મેલી યુવા પેઢી માત્ર એક જ રાજકીય પક્ષને ઓળખે છે અને એ છે ભારતીય જનતા પાર્ટી. તેનુ મુળ કારણ છે, 18 વર્ષે તમને મતદાન કરવાનો અધિકાર મળી જાય છે. વર્ષ 1995થી ગુજરાતમાં ભાજપનુ એક હથ્થુ સાશન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનુ સાશન શરૂ થયુ ત્યારથી અત્યાર સુધીના યંગ વોટર્સની વાત કરીયે તો, આ એવા યંગ વોટર્સ છે જેઓ જન્મ્યા ત્યારથી જ તેમણે ભાજપને જોઇ છે અને કોંગ્રેસને માત્ર વિપક્ષમાં જોયુ છે.

ડીજીટલ યુગનો ખરો ઉપયોગ એક રાજકીય પાર્ટી તરીકે ભાજપે કર્યો છે. જેથી તે યંગ વોટર્સ સુધી વિવિધ માધ્યમોથી સહેલાઇથી પહોંચી શક્યું છે. વર્ષ 1995માં જન્મેલી વ્યક્તિ હાલ 26 વર્ષનો યુવા મતદાર છે. આ મતદાર જ્યારથી સમજણો થયો ત્યારથી તેણે કોંગ્રેસની ક્યાંકતો ટીકાઓ સાંભળી છે અને એના કરતા પણ વધારે કોંગ્રેસને વિપક્ષમાં જ જોઇ છે. જેથી યંગ વોટર્સ માટે કોંગ્રેસ માત્ર એક રાજકીય પાર્ટી છે તેના કરતા વધારે કશું જ નથી.

તેવામાં ભાજપના કાર્યકાળ દરમિયાન સર્જાયેલા કોરોનાની વૈશ્વિક મહમારી અને કપરી મોંઘવારી વચ્ચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે તેવુ કેટલાક લોકો માની રહ્યાં છે. પરંતુ વડોદરામાં વર્ષ 2015ની સરખાણીમાં વર્ષ 2021માં માત્ર 0.72% ઓછું મતદાન થયું છે. આમાં નોંધનીય બાબત એ છે કે, કોરોના કાળ અને મોંઘવારી જેવી કપરી પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં 47.84 % મતદાન નિષ્ણાંતો દ્વારા ખુબ સારૂ માનવામાં આવી રહ્યું છે. અને તેમાં પણ યંગ વોટર્સ ભાજપના કમીટેડ હોવાથી ફાયદો કરાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud