• ગાજીયાબાદના નામચીન ગુનેગાર રાહુલસિંહ ખનડેલવાલની હથિયારો, કાર સહિત ₹5.69 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
  • સેવાશ્રમ રોડ પર વર્ણા કારમાં મધરાતે હથિયારો લઈ ફરતો આરોપી ક્યાં મોટા ગુનાને અંજામ આપવાનો હતો પોલીસે હાથ ધરેલી તપાસ
  • પતિની હત્યા કેસમાં સબજેલમાં રહેલી હિરવા સાથે મુલાકાત થતા પ્રેમ સંબંધ બંધાતા, બન્ને જેલમાંથી છૂટ્યા બાદ સાથે રહેતા હતા
ભરૂચ.  ભર બપોરે પાંચબત્તી ભરચક વિસ્તારમાં સોનીને 4 રાઉન્ડ ફાયરિંગ કરી ₹27 લાખની સનસનીખેજ લૂંટની ઘટના બાદ જિલ્લા પોલિસ વડાએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા અને નામચીનો પર વોચ રાખવા સૂચના આપી હતી.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ શહેર જિલ્લામાં સતત વોચ રાખી રહ્યું હતું. મંગળવારે મધરાતે LCB ને ચોકસ બાતમી મળતા શહેરના સેવાશ્રમ રોડ પર વોચ ગોઠવી હતી. વર્ણા કારમાં મૂળ ગાજીયાબાદ નો રાહુલસિંહ નાનકસિંહ ખંડેલવાલ હાલ રહે. શ્રીજી સદન ઝાડેશ્વર ભરૂચને  દેશી બનાવટની 1 પિસ્તોલ, 2 તમંચા અને જીવતા કારતૂસ સાથે પકડી પડાયો હતો. કારની પાછળની સીટ પર રહેલી ભૂરા રંગની ટ્રાવેલ બેગમાં હથિયારો રખાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.એન.ઝાલા, પોસાઇ એ.એસ. ચૌહાણ, વાય.જી.ગઢવી, હે.કો. હિતેશ ભાઈ, શ્રીપાલ સિંહ, મહિપાલસિંહ, સંજયદાન સહિત નો સ્ટાફ આટલા હથિયારો જોઈ ચોકી ઉઠ્યો હતો.
જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સાંજે મીડિયાને વિગતો અપાઈ હતી કે, આરોપી રાહુલ ઝનૂની અને નામચીન ગુનેગાર છે. જે છેલ્લા 8 વર્ષથી ભરૂચમાં રહે છે. વર્ષ 2013 ના ભરૂચના ઝી ટ્રાવેલ્સ અને ઇલેક્ટ્રોનિક્સના માલિક સુનિલ તાપિયાવાલા ચકચારી હત્યામાં તેની પત્ની હિરવા સાથે તેના મકાનમાં રાહુલ રહે છે.
રાહુલ વર્ષ 2013 માં આપઘાત ના દુષ પ્રેરણા ગુનામાં ભરૂચ સબજેલ ખાતે જેલવાસ ભોગવતો હતો. ત્યારે તેની મુલાકાત પોતાના પતિની જ હત્યામાં આરોપી બનેલી હિરવા તાપિયાવાલા સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને જેલમાંથી છૂટ્યા બાદ સાથે રહેતા હતા.
ગુનામાં પકડાયેલ કાર પણ હિરવાની છે. એલસીબી એ રાહુલના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તે હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ક્યાં ગુનાને અંજામ આપવાનો હતો. અન્ય કોઈ ગુનેગારો સંડોવાયેલા છે કે નહીં તે અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે.
કબજે કરાયેલ મુદ્દામાલ
(1) બે નંગ દેશી તમંચા ૧ પિસ્તોલ કિંમત રૂપિયા 40,000
(2) 29 નંગ જીવતા કાર્ટુઝ કિંમત રૂપિયા 2,900
(3) ચાર નંગ મોબાઇલ કિંમત રૂપિયા 27,000
(4) હયુન્ડાઈ કાર 5 લાખ મળી કુલ રૂપિયા પ લાખ 69 હજાર 900 નો મુદ્દામાલ જપ્ત
આરોપીનો ગુનાહિત ભૂતકાળ
2012માં ઉત્તરપ્રદેશ ગાજીયાબાદ વિજયનગર પોલીસ મથકમાં ખૂન કેસમાં પકડાયેલો. ૨૦૧૩ માં ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક માં બળાત્કાર તથા આપઘાતના દુષ્પ્રેરણામાં રાહુલની ધરપકડ. ૨૦૧૮ માં એ ડીવીઝન પોલીસ મથક માં પ્રેમિકા હિરવાની દીકરીઓ ને ચપ્પુની અણીએ આબરૂ લુંટવાનો ગુનો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud