સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ મહિલા દર્દીના સંબંધીના મોબાઇલ પર મેસેજ મોકલી ઇન્જેક્શનની મેળવી આપવાનું જણાવ્યું
બીજા દિવસે ઇન્જેક્શન આપી દીધું હોવાનું જણાવી પૈસા માંગવામાં આવ્યા, પરંતુ જુઠ પકડાઇ ગયું
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બાટલામાં નહીં પરંતુ દર્દીને સીધું અપાતું હોય સંબંધીઓને શંકા ઊઠી
આખરે મામલો પ્ર. નગર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે એકની ધરપકડ કરી તપાસ લંબાવી
WatchGujarat. કોરોનાની કપરી સ્થિતિમાં પણ લેભાગુ તત્ત્વો જરૂરતમંદો પાસેથી પૈસા પડાવવાના ખેલ કરે છે, આવા જ એક કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના સંબંધી પાસેથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે ભાજપના આગેવાન સહિત બે શખસે રૂ.45 હજાર પડાવવાનો ખેલ કર્યો હતો. જોકે દર્દીના સંબંધીઓને શંકા જતાં ભાંડો ફૂટી ગયો હતો, પોલીસે એક શખ્સને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી, ભાજપ આગેવાન હાથ આવ્યા બાદ તોડજોડનો મોટો મામલો બહાર આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
જો તમારાથી વ્યવસ્થા ન થાય તો અમારા સંપર્કથી અમે વ્યવસ્થા કરી આપીશું
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ મહિલા દર્દીના સંબંધીના મોબાઇલ પર સોમવારે એક શખ્સનો મેસેજ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, તમારા દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવાની જરૂર છે અને તે માટે રૂ.42 હજારથી 45 હજાર સુધીનો ખર્ચ થશે, જો તમારાથી વ્યવસ્થા ન થાય તો અમારા સંપર્કથી અમે વ્યવસ્થા કરી આપીશું, પરિવારના સભ્યનો જીવ બચાવવા માટે સંબંધીઓ ઇન્જેક્શન અપાવવા તૈયાર થઇ ગયા હતા, આ મામલે હજું કંઇ થાય તે પહેલા મંગળવારે સવારે મેસેજ કરનારે ફોન કરીને કહ્યું હતું કે, તમારા સંબંધીને બાટલામાં ઇન્જેક્શન અપાઇ ગયા છે અને પૈસા આપી જજો.
પોલીસે ખાનગી ડ્રેસમાં છટકું ગોઠવ્યું
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બાટલામાં નહીં પરંતુ દર્દીને સીધું અપાતું હોય સંબંધીઓને શંકા ઊઠી હતી અને મહિલા દર્દીને આ અંગે પૃચ્છા કરતાં દર્દીએ કોઇપણ પ્રકારનું ઇન્જેક્શન અપાયાનો ઇન્કાર કર્યો હતો. કોઇ ચીટરે પૈસા પડાવવા ખેલ કર્યાની શંકા દૃઢ થતાં દર્દીના સંબંધીઓએ હોસ્પિટલમાં ફરજ પર રહેલા કલેક્ટર તંત્રના કર્મચારીઓ અને પોલીસને જાણ કરતાં આવા તત્ત્વોને પકડવા માટે પ્લાન ઘડ્યો હતો. દર્દીના સંબંધીએ ઇન્જેક્શનના રૂ.45 હજાર લઇ જવા માટે ફોન આવ્યો હતો તે નંબર પર ફોન કર્યો હતો અને પૈસા લેવા ટ્રોમા સેન્ટર પાસે આવવાનું કહ્યું હતું, બીજીબાજુ પોલીસ ખાનગી ડ્રેસમાં ટ્રોમા સેન્ટર પાસે ગોઠવાઇ ગઇ હતી. ફોન કરનાર શખ્સ આવતાં જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો.
મયુરની ધરપકડ બાદ તપાસમાં BJP અગ્રણીની સંડોવણી બહાર આવી
પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂ.42 હજારથી 45 હજાર સુધીની રકમ માગવાના મામલામાં મયૂર નામના શખ્સને સકંજામાં લેવામાં આવ્યો છે, મયૂરે કેફિયત આપી હતી કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યો હતો, પોલીસે મયૂરની કેફિયત પરથી સંજય ગોસ્વામીની શોધખોળ શરૂ કરી હતી. સંજય હાથ આવ્યા બાદ આ મામલાની વધુ હકીકત બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.