સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની 39 અને ફેફસાના દાનની 13મી ઘટના
હ્રદય, ફેફસાં, કિડની અને લિવર સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે 3 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે
સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 277 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું
મુંબઈનું 295 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરાયું
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી 32 વર્ષીય મહિલામાં
બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી 25 વર્ષીય મહિલામાં
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું
WatchGujarat. નવસારીના જલાલપોર ભીનાર ગામ રાજપૂત ફળીયુ ખાતે રહેતા અને નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પટેલ, રવિવાર, તા. ૧૨ ડિસેમ્બરના રોજ તેમની પત્ની આસ્તિકાની સાથે મોટરસાઈકલ ઉપર પોતાના ઘરે ભીનાર થી તેમના સંબંધીને મળવા નવસારી જતા હતા.
ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે તેમની પત્ની આસ્તિકા અકસ્માતે મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. તેને તાત્કાલિક નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની INS હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.મનોજ સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.
મંગળવાર, તા. ૧૪ ડિસેમ્બરના રોજ INS હોસ્પીટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
https://youtu.be/jftGbo7RelE
આસ્તિકાના પતિ જીજ્ઞેશે જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. જીવનમાં અમે કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી આજે જયારે મારી પત્ની આસ્તિકા બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. વધુમાં તેઓએ જણાવ્યુ કે અમે વારંવાર વર્તમાનપ્રત્રોમાં અંગદાનના સમાચાર વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે. BAPS સ્વામીનારાયણ સંસ્થાના વડા પ.પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અમે આ નિર્ણય લીધો. તેમનો પુત્ર વંદન ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
SOTTO દ્વારા લિવર અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી, ROTTO પશ્ચિમ વિભાગ દ્વારા ફેફસાની ફાળવણી મુંબઈની મસીના હોસ્પિટલને કરવામાં આવી.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી 32 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી 25 વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું છે.
હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. તેના હૃદયનું પમ્પીંગ 12% થઇ ગયું હતું. છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી.
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કઠણ (પલ્મોનરી ફાઇબ્રોસિસ) થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ (એકમો સપોર્ટ) ઉપર હતી.
ગુજરાતમાંથી હૃદયદાનની આ પંચાવનમી અને ફેફસાંના દાનની સત્તરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણચાલીસ હૃદય અને 13 જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
હ્રદય, ફેફસાં, કિડની અને લિવર સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે 3 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં ભરૂચ, સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોવીડ 19 ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 54 કિડની, 31 લિવર, 13 હૃદય, 22 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 54 ચક્ષુઓ સહીત 175 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ 160 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજના સલામ છે…વંદન છે… સ્વ.આસ્તિકા અને તેના પતિ જીજ્ઞેશભાઈ તથા સમગ્ર પરિવારજનોને તેમના આ નિર્ણય બદલ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં આસ્તીકાના પતિ જીજ્ઞેશભાઈ, દિયર હિતેન્દ્રભાઈ, રાકેશભાઈ, ધર્મેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.અશોક પટેલ, ન્યુરોફીજીશિયન ડૉ.મનોજ સત્યવાણી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અંકિત ગજ્જર, આર.એમ.ઓ. ડૉ.અક્ષય હજારી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.કિશોર પીઠીયા, INS હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, યુરો ફૂડસના મનહરભાઈ સાંસપરા અને સાહિલ સાંસપરા, કરણ પટેલ, માનવેન્દ્ર વાંશીયા, વિવેક શિવલાણી, વિનય અગ્રવાલ, ડૉ.મનીષા અગ્રવાલ, નિલય પટેલ, શનિ પટેલ, મેક્ષ પટેલ, કિરણ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડીનેટર યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 414 કિડની, 176 લિવર, 8 પેન્ક્રીઆસ, 39 હૃદય, 26 ફેફસાં અને 318 ચક્ષુઓ સહીત કુલ 981 અંગો અને ટીસ્યુઓ તેમજ 2 હાથનું દાન મેળવીને 898 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.