• આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે.
  • ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નાં ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી છે જીતેન્દ્ર બઘેલ

WatchGujarat ટૂંક સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નાં ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલ બે દિવસની રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબીંગ એક્ટનાં નામે ભાજપ દ્વારા કોંગ્રેસનાં નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ધમણ વેન્ટિલેટર ભાજપનું એક કાંડ જ છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવશે. અને તમામ બેઠકો પર જીત મેળવશે. તો દિલ્હી ખેડૂત આંદોલન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, દિલ્હી ખાતેના આંદોલનમાં આવેલા ગુજરાતના ખેડૂતો મને મળ્યા હતા. અને ભાજપની નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

આજથી બે દિવસ બઘેલ રાજકોટમાં રોકાશે. જેમાં આજે અને કાલે શહેરના 18 વોર્ડમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે નાગર બોર્ડિંગ ખાતે શહેરના 1થી 7 વોર્ડના કાર્યકરો, આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, હોદેદારો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યા સુધી 1થી 7 વોર્ડની હાલની પરિસ્થિતિ અને આગામી રણનીતિ નક્કી કરશે. તેમજ આવતીકાલે બઘેલ નાગર બોર્ડિંગ ખાતે વોર્ડ નંબર 8થી 18ના કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud