રાજકોટના નવનિયુક્ત જિલ્લા કલેક્ટરે એઇમ્સની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી
આવનારા 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરે રૂડા, માર્ગ અને મકાન વિભાગ, RMC, જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે નજીકના વિસ્તારોની વીઝીટ કરી
નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન
WatchGujarat. ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર-રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે કામગીરી વધુ ઝડપી બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
એઈમ્સ સુધી પહોંચવા માટે 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટર હયાત રસ્તો, ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી દેવામાં આવનાર છે. સાથે-સાથે આવનારા 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરે રૂડા, માર્ગ અને મકાન વિભાગ, RMC, જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે નજીકના વિસ્તારોની વીઝીટ કરી હતી. અને નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેમ-જેમ જરૂરિયાત વધે તેમ-તેમ ફેરફારો ન કરવા પડે અને શરૂઆતનું નિર્માણ માત્રને માત્ર સામાન્ય માણસની જરૂરિયાત સગવડતા ધ્યાને રાખીને થાય તે માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સૂચન કર્યું હતું અને આ અંગે ઓથોરિટી દ્વારા પણ હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું. કલેક્ટરની એઇમ્સ મુલાકાત દરમિયાન રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર કર્નલ ચંદનદેવ કટોચે જુદા જુદા વિભાગની તબક્કાવાર પ્રગતિમાં રહેલી કામગીરીની વિગતો આપી હતી. અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા તબીબી શિક્ષણ સાથે સંશોધનની દ્રષ્ટિએ ઉભી થનાર વિવિધ સુવિધા માટે માળખાગત કામગીરી , વિવિધ બ્લોક, અને બિલ્ડીંગ અંગે માહિતી આપી હતી.
રાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2021થી ઓપીડી શરૂ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે. અને જિલ્લા કલેકટર સહિતનાં ગુજરાત સરકારનાં તમામ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે. અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સની હાઇ ઓથોરિટીનાં માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.
આ તકે પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી જુદી સેવાઓ માટે કરવામાં આવેલી અને મોકલવાની થતી દરખાસ્તો અને કરેલા સંકલનની વિગતો કલેકટર સમક્ષ રજૂ કરી હતી.
એમ્સ ખાતે મીટીંગ અને સાઇટ મુલાકાત વેળાએ રૂડા આર એમ સી, માર્ગ - મકાન વિભાગ જેટકો સિંચાઈ ખાતુ, સંબંધિત મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે PM મોદીનાં નેતૃત્વમાં ગુજરાતને રાજકોટ ખાતે એઇમ્સ મળેલી છે. અને CM રૂપાણી પણ એમ્સના પ્રોજેકટને લઈને ખાસ ધ્યાન આપી રહ્યા છે.