ઇન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી
ભાજપનો ઉદ્દેશ લોકોને તકલીફ ન પડે તે માટે પાર્ટી લોકોની પડખે ઉભી રહી છે - સાંસદ દર્શના જરદોશ
ઇન્જેક્શન આપતી વેળાએ નેતાઓએ દર્દીઓના સગાઓ સાથે ફોટો સેશન પણ કર્યું
ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન સાથે 1 ઇન્જેક્શન હાલ આપવામાં આવી રહ્યું છે
Watchgujarat. રાજ્યમાં કોરોનાને કેસો પ્રચંડ ગતીએ વધી રહ્યા છે. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. તેવા સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી રેમડીસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાનગી હોસ્પિટલોને દર્દીઓની સારવાર માટે ઇન્જેક્શન નથી મળી રહ્યા તેવા સમયે સત્તાપક્ષના કાર્યાલય પરથી ઇન્જેક્શનનું વિતરણ થવાને કારણે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શન વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. જેથી વહેલી સવારથી જ લોકો ઇન્જેક્શન મેળવવા ભાજપ કાર્યાલય બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. ભાજપ કાર્યાલય પરથી 1 ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. અને ઇન્જેક્શન આપી નેતાઓએ ફોટો સેશન પણ કર્યું હતું.
આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ કાર્યાલયથી ઇન્જેક્શન વિતરણની શરૂઆત થઇ ગયી છે. ટોકન સીસ્ટમથી લોકોને હાલ 1 ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ જથ્થો ઉપલબ્ધ થશે તેમ તેમ લોકોને વિતરણ વધુ કરવામાં આવશે. આ ઉપરાંત કાળા બજારી રોકવા તેઓએ જાણાવ્યું હતું કે અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. આ જે વિતરણ થઇ રહ્યું છે તે ભાજપ પાર્ટી લોકોને મદદરૂપ થઇ રહી છે.
સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે આજથી ભાજપ કાર્યલય પરથી ઈન્જેકશ આપવાનું શરુ થઇ ગયું છે. ડોક્ટરના પ્રીક્સીપશન સાથે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. ભાજપનો ઉદ્દેશ લોકોને તકલીફ ન પડે તે માટે પાર્ટી લોકોની પડખે ઉભી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે લોકોને વ્યવસ્થિત રીતે ઇન્જેક્શન મળતા નહોતા એટલા માટે જ બીજેપીએ આ વ્યવસ્થા ગોઠવી છે.
ઈન્જેકશન આપી નેતાઓએ ફોટો સેશન પણ કર્યું
કોરોનાના દર્દીઓની સારવારમાં મદદરૂપ રેમડેસીવીર ઈન્જેકશ માટે પડાપડી જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ભાજપે કાર્યાલય પરથી ઇન્જેક્શન આપવાનું શરુ કર્યું હતું. ઇન્જેક્શન આપતી વેળાએ નેતાઓએ દર્દીઓના સગાઓ સાથે ફોટો સેશન પણ કર્યું હતું. અને મહામારી અને લોકોની લાચારીનો ફાયદો ઉઠાવી રાજનીતિ પણ કરી હતી.
લોકોની લાંબી કતારો જામી
સુરતમાં ઈન્જેકશની અછત હોય તેમ વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો ભાજપ કાર્યાલય બહાર જોવા મળી હતી. અને લોકો ટોકન લઈને ઇન્જેક્શન મેળવવા માટે રાહ જોઇને બેઠા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરાત બાદ બીજેપી કાર્યલય ખાતેથી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. અને ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન સાથે 1 ઇન્જેક્શન હાલ આપવામાં આવી રહ્યું છે.