• સરકાર દ્વારા હજુ સ્કૂલો શરુ કરવા અંગે વિચારણા  ચાલી રહી છે
  • સુરતના કતારગામ ખાતે આવેલી ગજેરા વિદ્યાલયમાં શાળાની અંદર વિદ્યાર્થીઓને ખિચોખીચ પણ બેસાડવામાં આવ્યા
  • આ બાબતે શાળાના સંચાલકોએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો

WatchGujarat. સુરતના કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કુલમાં સરકારની ઉપરવટ જઈને ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું. એટલું જ નહી ક્લાસમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાથે જ ડીઈઓની એક ટીમ પણ અહી આવી પહોચી હતી. અને સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી હતી

સરકાર દ્વારા હજુ સ્કૂલો શરુ કરવા અંગે વિચારણા  ચાલી રહી છે. હજુ ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. ત્યાં સુરતના કતારગામ ખાતે આવેલી ગજેરા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શિક્ષણ શરુ કરી દેવામાં આવ્યું હતું. એટલુ જ નહી શાળાની અંદર વિદ્યાર્થીઓને ખિચોખીચ પણ બેસાડવામાં આવ્યા હતા. જો કે આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને શાળા બંધ કરાવી શિક્ષકો અને સંચાલકોના નિવેદન નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગજેરા વિધાલય સુરતની ખ્યાતનામ સ્કુલમાની એક છે. અને બીજી તરફ ત્રીજી લહેરને લઈને નિષ્ણાત અહેવાલો આપી રહ્યા છે. ત્યારે આ પ્રકારની બેદરકારી ભારે પણ પડી શકે છે. વિદ્યાર્થીઓના જીવના જોખમ ઊભા કરે તેવા નિર્ણયો લે છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે. બાળકોના સ્વાસ્થ્યને લઇને સરકાર જ્યારે આટલી ગંભીર છે ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકાર થઇ રહ્યા છે તે મોટો પ્રશ્ન છે.

મીડિયાને ઉદ્ધત જવાબ આપ્યો

ગજેરા વિધાલય શરુ હોવાનું ધ્યાને આવતા અહી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્કુલમાં હોબાળો મચતા કેટલાક વાલીઓ અને મીડિયાની ટીમ પણ અહી પહોચી ગયી હતી. જો કે શાળાઓ શરુ કરવા અંગે પૂછતા શિક્ષકો અને સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યો હતો. આ બાબતે શાળાના સંચાલકો હજી મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.

સરકારના નોટિફિકેશન નો ઉલ્લંઘન કરશે તે ચલાવી લેવામાં આવશે નહીં : CM વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે સુરતના  ભાજપના નેતા ગજેરા બંધુઓની સ્કૂલમાં 6 થી 8 વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ સરકારના નોટિફિકેશન નો ઉલ્લંઘન કરશે તે ચલાવી લેવામાં આવશે નહીં

બે દિવસ સ્કુલ બંધ કરાઈ

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અહી ગાઈડલાઈનનો ભંગ થયો છે. બે દિવસ સ્કુલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નોટીસ પણ આપવામાં આવી છે. અને આ મામલે નોટીસ બાદ જવાબ લેવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

પગલા ભરાશે

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શાળામાં મગજમારી થઇ હોવાનો મેસેજ મળતા જ પોલીસ કાફલો સ્કુલે દોડી આવ્યો હતો. અમે અહી આવી તપાસ કરી હતી. અહી તપાસ કરી કડક પગલા ભરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud