સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસે અહીથી કોલકત્તા અને બંગાળની 4 જેટલી લલનાઓને મુક્ત કરાવી
ગેસ્ટ હાઉસનો માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા બહારથી લલનાઓ બોલાવી ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા સવલત પૂરી પાડ્તો
WatchGujarat. સુરતના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં ધમધમતા ફૂટણખાનાનો પર્દાફાશ થયો છે. અહી બહારથી લલનાઓને બોલાવીને ગ્રાહકો પાસે શરીર સુખ મનાવવામાં આવી રહ્યું હતું. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે અહીથી ગેસ્ટ હાઉસના માલિક, દલાલ મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી છે અને કુલ 42 હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે.
સુરતમાં છાશવારે કૂટણખાના ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘણી વખત સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુડ્ઝ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે અહી દોરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી કોલકત્તા અને બંગાળની 4 જેટલી લલનાઓને મુક્ત કરાવી હતી.
પોલીસ તપાસમાં ગેસ્ટ હાઉસનો માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા બહારથી લલનાઓ બોલાવી ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા સવલત પૂરી પાડ્તો હતો. પોલીસે અહીથી ગેસ્ટ હાઉસના માલિક, દલાલ મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી છે અને કુલ 42 હજારનો મુદામાલ કબજે કર્યો છે વધુમાં જાણવા મળ્યું હતું કે ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઇએ દલાલ મારફતે ચાર લલનાઓને બોલાવી રાખી હતી અને તેમને ગેસ્ટ હાઉસના એક રૂમમાં રાખતા હતા. કોઈ ગ્રાહક આવે ત્યારે તે રૂમમાં લઈ જઈ લલનાની પસંદગી કર્યા બાદ ગેસ્ટ હાઉસના અન્ય રૂમમાં તેને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતા હતા અને તે માટે તેઓ રૂ.1000 વસુલતા હતા.