સર્ક્યુલર નિટિંગ એટલે કે સ્પોર્ટ્સ વેર મેકિંગમાં મહારથ હાંસિલ કરી લીધી છે.
આ પહેલા આ ઇન્ડસ્ટ્રી પર ચાઈનાનો ઇજારો હતો.
WatchGujarat. હાલ ટોકીઓમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. આ ગેમ્સમાં સુરતે ચાઇનાને ધોબી પછાડ આપી છે. જી નહીં કોઈ રમતમાં નહિ પરંતુ બિઝનેસમાં. અને આ બિઝનેસ છે સ્પોર્ટ્સ વેરનો.
[caption id="attachment_1290874" align="aligncenter" width="1156"] Surat, Tokyo Olympics Sports wear[/caption]
વાસ્તવમાં સુરતના કાપડના વેપારીઓએ સર્ક્યુલર નિટિંગ એટલે કે સ્પોર્ટ્સ વેર મેકિંગમાં મહારથ હાંસિલ કરી લીધી છે. આ પહેલા આ ઇન્ડસ્ટ્રી પર ચાઈનાનો ઇજારો હતો. પણ સુરતના વેપારીઓએ ફક્ત એક જ વર્ષમાં તેના પર મોટી ઉપલબ્ધી મેળવીને પીએમ નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર બનવાનું સપનું સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
કોરોનાના કારણે જ્યાં એક તરફ સુરત કાપડ ઉદ્યોગની સ્થિતિ કફોડી થઈ છે,ત્યાં એકમાત્ર સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા કાપડની દેશ અને દુનિયામાં મોટી ડિમાન્ડ જોવા મળી હતી. આ ડિમાન્ડ એટલી હતી કે કોરોનાની બીજી લહેરમાં પણ આ ઇન્ડસ્ટ્રી સતત ચાલુ રહી હતી.
આ પહેલા સ્પોર્ટ્સ વેર ઇન્ડસ્ટ્રી પર ચાઇનાનું એકહથ્થુ શાસન હતું. પણ હવે આજે દિવસ એવો આવ્યો છે કે સુરતથી કાપડ બની ને ટોકિયો ઓલમ્પિક સુઘી પહોંચી ગયું છે અને સાથે સાથે ચીનથી દર મહિને થતી 800 ટન કાપડની આયાત પર સંપૂર્ણપણે બ્રેક લાગી છે. હવે દેશ વિદેશના સ્પોર્ટ્સ સેક્ટરના ખેલાડીઓ પણ મેઇડ ઇન સુરતના કાપડનો ઉપયોગ કરતા થયા છે.
એક વર્ષ પહેલા જ્યાં સુરત શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે સંકળાયેલા એકમોની સંખ્યા 55 હતી, તે આજે 115 ને પણ પાર થઈ ગઈ છે. વર્ષ 2000થી સર્ક્યુલર નીટિંગથી કાપડનું ઉત્પાદન શરૂ થયું હતું. પણ વર્ષ 2017થી ગતિ મળવાની શરૂઆત થઈ છે. સર્ક્યુલર નીટિંગ એટલે કાપડને નીટિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે.
કોરોના પૂર્વે આ સેક્ટરમાં ભારતનો સૌથી મોટો હરીફ ચીન હતું. દર મહિને 800 ટન જેટલું કાપડ ચાઈનાથી આયાત કરવાની નોબત આવતી હતી. પણ એક જ વર્ષમાં સુરતના આ સેક્ટરને ચાઈના પર રહેલી નિર્ભરતા દૂર કરી લીધી છે અને સાથે ઓલમ્પિક સુધી ની છલાંગ મારી છે
સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા તમામ પ્રકારના સ્પોર્ટ્સ વેર, બેગ, શૂઝ, ટ્રેનની સીટ સહિતના સેક્ટરમાં વપરાતું કાપડ હવે ગાર્મેન્ટિંગ સેક્ટરમાં પણ પ્રથમ પસંદગીરૂપ બન્યું છે. વધુમાં, આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ) તથા ટોકિયો ઓલિમ્પિક સહિતના વર્લ્ડ સ્પોર્ટ્સમાં ખેલાડીઓ દ્વારા પહેરાતું કાપડ પણ સુરત બનાવી રહ્યું છે.એક વર્ષ પહેલા સુરતમાં માંડ 15 મિલો સર્ક્યુલર નીટિંગ કાપડનું પ્રોસેસિંગ કરતી હતી. હવે 50 વધુ મિલો છે.
સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં ફેબ્રિક્સ બનાવવા માટે સ્પેન્ડેક્સ અને ટેક્સચ્યુરાઈઝિંગ યાર્નનો ઉપયોગ થાય છે. આ કાપડની વધેલી માંગણીના કારણે આ યાર્ન ઉત્પાદો પાસે પણ ઉત્પાદનનું કામ વધી ગયું છે. સર્ક્યુલર નીટિંગ સીધી રીતે 10 હજાર જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે,અને આજે સુરતનું કાપડ ઓલિમ્પિકમાં વપરાઈ રહ્યું છે એ સુરત સાથે સાથે દેશ નું ગૌરવ વધારી રહ્યું છે.