નંદેસરી ચોકડી થી ગામ તરફ જવાનો માર્ગ છેલ્લા કેટલાય સમય થી બિસ્માર હાલતમાં છે
આજરોજ સવારે ટ્યુશન ભણાવીને શિક્ષક નિકળ્યા અને ટેન્કરની અડફેટે આવ્યા
ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી
WatchGujarat. વડોદરા નજીક વૈશ્વિક ઓળખ ધરાવતા ઔદ્યોગિક એકમો આવેલા છે. છતાં પણ સ્થાનિકો રોડ-રસ્તા અને પાણી જેવી મુળભુત જરૂરિયાતોની અવદશાને કારણે મુશ્કેલીઓ ભોગવે છે. આજરોજ વડોદરા નજીક આવેલા નંદેસરી ગામ તરફ જવાના રસ્તેથી ટુ વ્હીલર પર પસાર થતા શિક્ષકનું ટેન્કર નીચે આવી જવાના કારણે મોત નિપજ્યું હતું. સ્થાનિકોના મતે રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાયમી ઉકેલ લાવવામાં સફળતા મળી નથી.
વડોદરા મધ્યગુજરાતમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતું શહેર છે. અહિં આસપાસ કિલોમીટરો સુધી ઔદ્યોગિક એકમો વિકસેલા છે. જેઓ વૈશ્વિક ઓળખ ધરાવે છે. પરંતુ આમ છતાં સ્થાનિકોને મળવા લાયક રોડ-રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ભારે કથળેલી સ્થિતીમાં છે. અને વારંવાર રજુઆતો છતાં પણ તંત્ર કાયમી ઉકેલ લાવવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યું છે તેવું કહેવું સહેજ પણ ખોટું નથી. આજરોજ નંદેસરી ગામ તરફ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર પસાર થઇ રહેલા શિક્ષકનું ટેન્કરની અડફેટે આવતા મોત નિપજ્યું હતું.
નંદેસરી ચોકડી થી ગામ તરફ જવાનો માર્ગ છેલ્લા કેટલાય સમય થી બિસ્માર હાલતમાં છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આજરોજ સવારે નંદેસરી ગામ ના બાળકો ને ટ્યુશન કલાસ ભણાવી પોતાનું ગુજરાન ચલાવતા પરિમલ ઠક્કર નંદેસરી ગામ થી નંદેસરી ચોકડી તરફ જતા બિસમાર રસ્તા ના કારણે ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને પગલે આજુ બાજુ ના ગામો માં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. સમગ્ર ઘટના અંગે નંદેસરી પોલીસ ને જાણ કરવા માં આવતા પોલીસ મથક નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતક પરિમલ ઠક્કર ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.