પોતાના રોજીંદા કામ તથા મનોરંજન માટે હાથવગું સાધન એટલે મોબાઇલ ફોન
હવે મોબાઇલની જીવનમાં ઘુસણખોરી એ હદે થઇ ગઇ છે કે, પરિવારોમાં વિખવાદનું કારણ બની રહ્યો છે
આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન નજીક રહેતી કિશોરીને તેના પિતાએ ઠપકો આપતા તે અંતિમ પગલું ભરવા પહોંચી
Watchgujarat. કોરોના મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતી બાદ તમામ વયના લોકોમાં મોબાઇલનું વળગણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં મોબાઇલનો ઉપયોગ કરતા રોકવા જતા મામલો હિંસક પણ થઇ જતો હોય છે. આજરોજ વડોદરામાં મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી સગીર પુત્રીને ઠપકો આપતા તે કોમ્પલેક્ષના ચોથા માળે જીવન ટુંકાવવા પહોંચી ગઇ હતી. જો કે, લોકોની સતર્કતાને કારણે અંતિમ પગલું ભરતા પહેલા તેને સ્થાનિકોએ ફાયરના લાશ્કરોની મદદથી રેસ્ક્યૂ કરી લેવામાં આવી હતી.
મોબાઇલ, કોમ્પ્યુટર હવે જીવનમાં મહત્વનું સ્થાન લઇ ચુક્યા છે. પોતાના રોજીંદા કામ તથા મનોરંજન માટે હાથવગું સાધન એટલે મોબાઇલ. પરંતુ હવે મોબાઇલની જીવનમાં ઘુસણખોરી એ હદે થઇ ગઇ છે કે, પરિવારોમાં વિખવાદનું કારણ બની રહ્યો છે. અને કેટલાક કિસ્સાઓમાં તો મોબાઇલનો ઉપયોગ કરવા ટોકવું જીવલેણ પણ સાબિત થઇ જાય છે. વડોદરામાં પણ એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન નજીક ભવન્સ સ્કુલ પાસે રહેતી કિશોરીને મોબાઇલનું ભારે વળગણ હતું. જેને લઇને તે સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હતી. આજરોજ તેના પિતાએ તેને મોબાઇલનો વધું ઉપયોગ નહિ કરવા ટોકી તો તેને માઠું લાગી આવ્યું હતું. આટલી નાની વાતનું એટલું માઠું લાગી આવ્યું કે તેણીએ જીવનનું અંતિમ પગલું ભરવાનો નિર્ણય લઇ લીધો હતો. અને દોઢ કીમી ચાલીને સીધી મકરપુરા શેલ પેટ્રોલપંપ નજીક આવેલા કોમ્પલેક્ષના ચોથા માળે પહોંચી ગઇ હતી. કિશોરી અંતિમ પગલું ભરવા જાય તે પહેલા જ સ્થાનિકોની નજર તેના પર પડી ગઈ હતી.
સ્થાનિકોએ સ્થિતી પારખીને તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. જાણ થતા જ તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કિશોરીને સમજાવી – પટાવીને રેસ્ક્યૂ કરી દીધી હતી. ફાયરના લાશ્કરોએ કિશોરીને રેસ્ક્યૂ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.