• ભરૂચની ઘટના બાદ રાજ્યના તમામ શહેરોની હોસ્પિટલમાં ફાયર ઓડિટ અને ફાયર સેફટીના સાધાનોનુ સધન ચેકિંગ શરૂ કરાયું
  • હોસ્પિટલમાં આગ લાગે તો શુ સાવચેતી અને સાવધાની રાખવી તે મોટા ભાગની હોસ્પિટલના કર્મચારીઓ જાણતા જ નથી
  • વારસિયાની પ્રેમદાસ જલારામ હોસ્પિટમલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં જોવા મળ્યાં
  • હોસ્પિટલમાં આગ લાગે તેવા સમયે શુ કરવુ તે અંગે કર્મચારીઓને માહિતીગાર કરવામાં આવી રહ્યાં છે.
  • ભરૂચની વેલફેર હોસ્પિટલમાં 18 લોકોએ જીવ ગુમાવતા ફરી આવી કોઇ ઘટના ન બને તે માટે સવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે.
  • વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી 8 હોસ્પિટલોમાં ફાયરની જરૂર તાલીમ આપવામાં આવી

WatchGujarat. તાજેતરમાં ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં નર્સ સહિત 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ દુઃખદ ઘટના બાદ તંત્ર ફરી એક વખત સફાળુ જાગ્યું છે. વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી 8 હોસ્પિટલમાં ફાયર સેફટીનુ ચેકિંગ તેમજ આગ લાગે તેવી પરિસ્થિતિમાં શુ કરવુ જોઇએ તે અંગે જરૂરી માહિતી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પુરી  પાડવામાં આવી રહીં છે.

કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિરની અછત સર્જાઇ છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં હોસ્પિટલની બેદરકારી અને ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે આગની ઘટના બની હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે વડોદરાની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સલામતી માટે વડોદરા પોલીસ અને ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.

હોસ્પિટલમાં ફાયર સેફટી અને કર્મચારીઓને હોસ્પિટલમાં આગ લાગે તેવા સમયે શુ સાવધાની રાખવી તે અંગે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા માહિતીગાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી 9 પૈકીની 8 કોવિડ હોસ્પિટલમાં ફાયર ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં વારસિયા પોલીસ સ્ટેશનના પી.આઇ કિરિટ લાઠીયા અને ફાયર બ્રીગેડના અધિકારી અમિત ચૌધરી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મોટા ભાગની હોસ્પિટલમાં ટ્રેઇન સ્ટાફનો અભાવ જોવા મળ્યો હતો.

હોસ્પિટલોની મુલાકાત દરમિયાન કેટલીક જગ્યાએ બેદરકારી જોવા મળતા તેનુ તાત્કાલીક નિરાકણ લાવવામાં આવ્યું હતુ. તથા હોસ્પિટલમાં હાજર સ્ટાફને આગ પર કાબુ મેળવવાથી થઇ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સંકટ સમયે કંઇ રીતે સાવધાની પૂર્વક ખસેડવા તે અંગે માહિતીગાર કરવામાં આવ્યાં હતા. પોલીસ અને ફાયર વિભાગના ઓડિટ દરમિયાન પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં જોવા મળતા ફાયર ઓફિસર અમિત ચૌધરીએ તાત્કાલીક ધોરણે તેને બદલવા તાકીદ કર્યાં હતા. જ્યારે વિસ્તારની અન્ય હોસ્પિટલ બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ વારસીયા રિંગ રોડ, પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પીટલ ન્યુ વી આઈ પી રોડ, શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલ ન્યુ વી આઈ પી રોડ, શ્રીજી હોસ્પિટલ નરસિંહ ધામ કોમ્પ્લેક્સ સંગમ બસ સ્ટેન્ડ પાછળ, તેજસ હોસ્પિટલ ચતુર ભાઇ પાર્ક એપાર્ટમેન્ટ વારસીયા રિંગ રોડ, મધુરમ હોસ્પિટલ મોતી નગર ત્રણ રસ્તા વારસીયા રિંગ રોડ, શ્રી હોસ્પિટલ એન્ડ આઈ સી યુના કર્મચારીઓને ફાયર સેફટી અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud