ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવા. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય.
વૃષભ (બ,વ,ઉ)
વેપારમાં વૃદ્ઘિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્પત્યજીવનમાં સંતોષ અને આનંદ રહે. ૫ર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્માન પ્રાપ્ત થાય.
આજે આપની ભાગ્યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ ૫સાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.
સિંહ (મ,ટ)
આજે આપે આરોગ્યની વિશેષ સંભાળ લેવાની રહેશે. નિષેધાત્મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવી. ૫રિવારના સભ્યો સાથે મનદુ:ખ થાય. અનૈતિક કાર્યથી બદનામી થવાના યોગ છે. ઇષ્ટદેવનું નામસ્મરણ અને આધ્યાત્મિક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.
કન્યા (પ,ઠ,ણ)
દામ્૫ત્યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો ૫રિચય પ્રણયમાં ૫રિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે.
તુલા (ર,ત)
સામાન્ય રીતે આજે તંદુરસ્તી સારી રહેશે અને બીમાર વ્યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે.
વૃશ્ચિક (ન,ય)
આજે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય હોય તો ટાળશો. આરોગ્ય અંગે ચિંતિત રહેશો. સંતાનોના પ્રશ્ને સમસ્યાઓ ઉદભવે. સ્વમાનભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો. જો કે નાણાકીય આયોજન માટે સમય સારો છે. બૌદ્ઘિક ચર્ચા કે વાદ- વિવાદના પ્રસંગે તેમાં ભાગ ન લેવો.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે આપને વધુ ૫ડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. મનમાં ઉઠતી દ્વિધાઓથી આપ માનસિક ઉચાટ અનુભવો. આરોગ્યની બાબતમાં પણ આજનો દિવસ સારો નહીં રહે. માતાની તબિયત અંગે કાળજી લેવી ૫ડે. અનિદ્રા સતાવે.
મકર (ખ,જ)
આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્વસ્થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે.
કુંભ (ગ,શ,ષ,સ)
મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. અગત્યના નિર્ણયો ન લેવા. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્ય બગડે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. નકારાત્મક વિચારો હટાવી દેવા.
મીન (દ,ચ,ઝ,થ)
આનંદ ઉત્સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. ૫રિવાર સાથે મિષ્ટાન્ન ભોજનનો આનંદ મળશે. પ્રવાસ થાય. દાં૫ત્યજીવન આનંદમય રહેશે.