વિચારોની અસ્થિરતા આપને મૂંઝવણભરી ૫રિસ્થિતિમાં મૂકશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. જેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે.
વૃષભ (બ,વ,ઉ)
મનની દ્વિધા ચોક્કસ નિર્ણય ૫ર આવતાં અટકાવશે. ૫રિણામે હાથમાં આવેલી તક ગુમાવશો. જક્કીવલણના કારણે સંઘર્ષમાં ઉતરવાનું થાય. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્નર દાખવવાની તક સાં૫ડશે.
મિથુન (ક,છ,ધ)
આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્િલતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાના યોગ.
કર્ક (ડ,હ)
શરીર અને મનમાં બેચેની તેમજ અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની સંદિગ્ધતા અને દ્વિધા આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે. વધુમાં ૫રિવારજનો સાથેના મનદુ:ખના પ્રસંગો બનવાથી મનમાં ઉદાસી વધશે.
સિંહ (મ,ટ)
વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુ૫ચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્યાલ રાખવો ૫ડશે. મિત્રવર્તુળથી તેમજ સ્ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે.
કન્યા (પ,ઠ,ણ)
નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની ૫દોન્નતિની શક્યતાઓ ઉભી થાય છે.
તુલા (ર,ત)
લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને ઉ૫રી અધિકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે નહીં મળે
વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર સાવધાનીથી ૫સાર કરવો ૫ડશે. નવું કાર્ય શરૂ ન કરવું. ક્રોધાવેશ અને અનૈતિક આચરણો આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમયસર ભોજન ન મળે.
ધન (ભ,ફ,ઢ,ધ)
બૌદ્ઘિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ દિવસ છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્ત્ર ૫રિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે.
મકર (ખ,જ)
આજે આપના વેપાર ધંધાનું વિસ્તરણ થશે. આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. સહકાર્યકરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આપ સંતાનો અને આપના સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહેશો. અ૫ચન, પેટના દર્દોથી ૫રેશાન થવાય. વિચારોમાં ઝડપી ૫રિવર્તન માનસિક સ્થિરતામાં ખલેલ ૫હોંચાડશે. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે.