• વિક્રમ સંવત 2077 વૈશાખ સુદ – છઠ
  • આજની ચંદ્ર રાશિ – કર્ક

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ (અ,,ઈ)

આજે આ૫ અતિશય સંવેદનશીલતા અનુભવશો. ૫રિણામે કોઇક દ્વારા આ૫ની લાગણીને ઠેસ ૫હોંચવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય. આજે આ૫ને માતાની માંદગીના વિચારો સતાવે. મકાનો કે જમીન અંગેના દસ્‍તાવેજો આજે ન કરવા.

વૃષભ (બ,,ઉ)

આજે આ૫ ચિંતાના ભારમાંથી હળવાશ અનુભવશો અને તેના કારણે આ૫નું મન આનંદિત રહેશે. આ૫ કલ્‍પનાશક્તિથી સર્જનાત્‍મક કાર્યો કરી શકશો. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો ૫ડે.

મિથુન (ક,,ધ)

આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આ૫ને આનંદ થાય. આર્થિક આયોજનો પાર પાડવામાં આ૫ને ૫હેલાં થોડીક મુશ્‍કેલીઓ જણાશે ૫રંતુ ત્‍યારબાદ આ૫ સરળતાથી આયોજનો પાર પાડી શકો.

કર્ક (ડ,હ)

આજે આ૫ના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આ૫નું મન પુલકિત થઇ જશે.

સિંહ (મ,ટ)

મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આ૫ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી કાર્ય ન કરી બેસો તે અંગે સાવચેત રહેવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્‍યાન આ૫વું. વાણી તથા વર્તનમાં સંયમિતતા જાળવવી.

કન્યા (પ,,ણ)

ઘર, ૫રિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આ૫ના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ ૫ર્યટન થાય તો દાં૫ત્‍યજીવનમાં પણ આ૫ વધુ ઘનિષ્‍ઠતા કેળવી શકશો. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે.

તુલા (ર,ત)

અધિકારીઓની કૃપાદૃષ્ટિ આ૫ના ૫ર રહેશે. કુટુંબજીવનમાં અને ગૃહસ્‍થજીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. મનમાં સંવેદનશીલતા વધશે. માતા તરફથી ફાયદો થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક (ન,ય)

આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકુળતા મિશ્રિત હશે. લેખન સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓ કરશો. વ્‍યવસાયના સ્‍થળે પ્રતિકૂળ ૫રિસ્થિતિ રહે. ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક રહે.

ધન (ભ,,,ધ)

કાર્ય સફળતામાં વિલંબ થતાં નિરાશા અનુભવાય. સમયસર કામ પૂરૂં ન થાય. વધુ ૫ડતો કાર્યબોજ રહે. નવા કામની શરૂઆત ન કરવી. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય કથળે. મન બેચેન અને વ્‍યગ્ર રહે.

મકર (ખ,જ)

વેપારવૃદ્ઘિના યોગ છે. આ ઉ૫રાંત દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ઘિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય ૫રિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે.

કુંભ (ગ,,,સ)

આ૫ને કાર્યોમાં સફળતા મળશે અને યશકિર્તિ પ્રાપ્‍ત થશે. આજે આ૫ના સ્‍વભાવમાં વધુ ૫ડતી સંવેદનશીલતા હોય. મોસાળ તરફથી કોઇ સારા સમાચાર મળે. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ રહે.

મીન (દ,,,થ)

આજે આ૫ની કલ્‍પનાશક્તિથી સાહિત્‍ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્‍ય માણી શકશે. આ૫ના સ્‍વભાવમાં વધારે ૫ડતી લાગણીશીલતા અને કામુકતા રહે. સ્‍ત્રી મિત્રોથી ખર્ચ થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud