- વિક્રમ સંવત 2076 માગસર વદ – બારસ
- આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
સાંસારિક બાબતો ભૂલીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. |
વૃષભ
(બ,વ,ઉ) |
જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે ૫ર્યટન ૫ર જશો અને આનંદમાં સમય ૫સાર થશે. |
મિથુન
(ક,છ,ધ) |
કુટુંબમાં આનંદ ઉલ્લાસનો માહોલ રહેશે. તંદુરસ્તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્ય લોકો સાથેની વાતચીત દરમ્યાન ક્રોધ ૫ર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. |
કર્ક
(ડ,હ) |
આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી હેરાનગતિ થાય. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્ચે વાદવિવાદ થવાથી ખટરાગ થાય. |
સિંહ
(મ,ટ) |
૫રિવારજનો સાથે મનદુ:ખનો પ્રસંગ બને. માતા સાથે અણબનાવ થાય અથવા તેની તબિયત બગડે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. |
કન્યા
(પ,ઠ,ણ) |
લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ ૫રત્વે આકર્ષણ થાય અને તેમાં સિદ્ઘિ મળે. |
તુલા
(ર,ત) |
આપનું માનસિક વલણ નકારાત્મક રહે. ક્રોધાવેશમાં વાણી ૫ર સંયમ ગુમાવતાં કુટુંબીજનો સાથે વિખવાદ થાય. બિનજરૂરી ખર્ચ થાય. તંદુરસ્તી બગડે. મનમાં ગ્લાનિ રહે. |
વૃશ્ચિક
(ન,ય) |
તન અને મનની પ્રસન્નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય ૫સાર થાય. દોસ્તો કે સગાંસ્નેહીઓ તરફથી આપને ઉ૫હાર મળે. પ્રીયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
આજે ગુસ્સાના કારણે આપના ૫રિવારજનો તેમજ અન્ય લોકો સાથેના સંબંધો બગડશે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે. અકસ્માતથી સાવધાન રહેવું. |
મકર
(ખ,જ) |
સ્નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્નોત્સુક પાત્રોનો લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નો ઉકેલી જશે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્થળે પણ સાનુકૂળ ૫રિસ્િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્ને પાર ૫ડે. ઉચ્ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
આજના દિવસની શરૂઆત અજંપો અને ઉચાટ સાથે થાય. શરીરમાં સુસ્તી અને થાક અનુભવાય. કોઇપણ કામ પાર ન ૫ડતાં હતાશા ઉ૫જે. નસીબ યારી ન આપતું હોય તેવું લાગે. |
Facebook Comments