- વિક્રમ સંવત 2076 પોષ સુદ – પ્રથમા
- આજની ચંદ્ર રાશિ – મકર
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ૫રિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્યો સાથે વિચાર વિમર્શ કરશો. |
વૃષભ
(બ,વ,ઉ) |
વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. |
મિથુન
(ક,છ,ધ) |
બીમાર વ્યક્તિઓએ નવી સારવાર કે ઓ૫રેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. વાદવિવાદ ટાળશો. મધ્યમ દિવસ. |
કર્ક
(ડ,હ) |
સંવેદનશીલતા અને પ્રેમની લાગણીઓથી હર્યુંભર્યું મન આજે વિજાતીય પાત્રો તરફ વધારે આકર્ષાશે. વૈભવી મોજશોખ – મનોરંજનથી પ્રસન્ન રહેશો. |
સિંહ
(મ,ટ) |
રોજિંદા કાર્યો વિલંબથી પાર ૫ડે. વધુ ૫રિશ્રમે ઓછું ફળ મળે. નોકરીમાં સંભાળીને રહેવું. સાથીઓનો સહકાર ઓછો મળે. |
કન્યા
(પ,ઠ,ણ) |
આજનો દિવસ ચિંતા ઉદ્વેગભર્યો હશે. પેટની સમસ્યાઓથી આરોગ્ય બગડે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અવરોધ આવે. |
તુલા
(ર,ત) |
આજના દિવસે સાવધાન રહેવાની ચેતવણી આપે છે. વિચારોની ભરમાર આપને માનસિક રીતે અસ્વસ્થ બનાવશે. મધ્યમ દિવસ. |
વૃશ્ચિક
(ન,ય) |
કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્યવૃદ્ઘિના યોગ છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. હરવા ફરવા જવાનું થઈ શકે. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
અર્થહિન ધનખર્ચ થાય. માનસિક ઉચાટ અને દ્વિધાના કારણે મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. કાર્યોમાં ધાર્યા મુજબ સફળતા ન મળે. |
મકર
(ખ,જ) |
૫રિવારમાં મંગલકારી વાતાવરણ રહેશે. દોસ્તો અને સગાં સ્નેહીઓ તરફથી કોઇ ભેટ મળે. કાર્યો સરળતાપૂર્વક પૂર્ણ થાય. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
એકાગ્રતાનો અભાવ માનસિક અસ્વસ્થતા વધારે. આરોગ્ય વિષેનો પ્રશ્ન ઉભો થાય. નાણાંનું રોકાણ ખોટી જગ્યાએ ન થાય તેનું ધ્યાન રાખવું. |
મીન
(દ,ચ,ઝ,થ) |
સમાજમાં આગવું સ્થાન મેળવી શકો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. |
Facebook Comments