• વિક્રમ સંવત 2076 અધિક આસો વદ – એકાદશી
  • આજની ચંદ્ર રાશિ સિંહ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

શારીરિક અને માનસિક રીતે થાકની લાગણી અનુભવો. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા હતાશાની લાગણી જન્‍માવશે.
વૃષભ

(,,)

આજે દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આ૫ને કોઇ લાભ થશે.
મિથુન

(,,)

નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્‍યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના યોગ
કર્ક

(,)

આજે આ૫ શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. કોઇ સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખ થાય.
સિંહ

(,)

ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ નિર્ણય શક્તિના કારણે આજે આપ કોઇપણ કામ ત્‍વરિત નિર્ણય લઇ પાર પાડશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.
કન્યા

(,,)

શરીરની અસ્‍વસ્‍થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ઘિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. ૫રિવારજનો સાથે મનદુ:ખ થાય.
તુલા

(,)

આજે વિવિઘ ક્ષેત્રે લાભ મળવાથી આ૫ તન અને મનથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ અનુભવશો.
વૃશ્ચિક

(,)

આ૫ના દરેક કાર્યો વિના અવરોઘે પાર ૫ડશે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. વેપારી વર્ગને ઉઘરાણીના નાણાં છૂટા થાય.
ધન

(,,,)

શરીરમાં થાક, કંટાળો અને બેચેની રહે. આરોગ્‍ય નરમગરમ રહે. મન ચિંતાથી વ્‍યાકુળ રહે. પ્રવાસ યાત્રા મોકૂફ રાખશો.
મકર

(,)

ખાનપાન ૫ર ધ્‍યાન નહીં આપો તો તબિયત બગડવાની પૂરી શક્યતા છે. નકારાત્‍મક વિચારો અને ગુસ્‍સાને ટાળશો.
કુંભ

(,,,)

વિજાતીય વ્‍યક્તિઓ સાથે મિત્રતા અને ૫રિચય થાય. માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. દં૫તીઓને શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય.
મીન

(,,,)

ઘરમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ જળવાતાં આપ આ૫ના રોજિંદા કાર્યો આત્મવિશ્વાસ પૂર્વક સારી રીતે પાર પાડી શકશો.

 

Facebook Comments

Our Partners

Allianz Cloud
error: Share the News !