શિયાળાની વ્હેલી સવાર નિબંધ સ્પર્ધાનો વિષય રહેતો. યાદ છે.. એ જે તે ગુજરાતીભાષાનાં શિક્ષણો દિવાળી વેકેશનમાં એસાઇનમેન્ટમાં મેળવણ કરીને આપતાં. ત્યારે અધિકમાસ વગર પણ શરદપૂનમ અને દિવાળીની વચમાં શિતપવન લખલખુ પસાર કરતો. ઋતુ ચક્ર ઠેલાયું છે. પણ આપણે એની વાત નથી કરવી.

થોકબંધ નિબંધો ગ્લોબલ વોમિૅંગ પર લખાયા છે ને સંશોધન ચાલુ જ એનાં પેપર રજૂ થાય છે ને થતાં રહેશે. જે આજે વિશ્ર્વ વ્યાપી પડકાર છે. પણ, આપણે એની વાત નથી કરવી. અક્ષરોનો રોમાંચ ભગવાનનાં ફોટોવાળા ગ્રિટિંગ કાડૅ – કુદરતી સૌંદર્યલક્ષી અંદરની બાજુએ દિવો દોરેલાં રંગબેરંગી કલરવાળા એન્વોલપ જેવું ઉધડતી દિવાળીનાં શુભેચ્છા પત્રોય… ક્યાં? પણ આપણે એની વાત નથી કરવી! ઘરમાં સિઝનમાં ભરવાથી શરૂ થતાં. ઘરઘંટીમાં દળાતાં ગામ ફળિયામાં ભેગાં વણાંતાં પાપડી – મઠિયા (જાડા-પાતળા) સૂંવાળી, સેવો, ચકરી, અમૃતપાક, ઘૂઘરાં કે પછી અન્ય નાસ્તા કરવાં ભેગું થતું મહિલામંડળ. પણ આપણે એની વાત નથી કરવી! ઘર આંગણે રંગોળી – તોરણ – સાથિયાં – સ્ટિકર સુધીની છૂટ લઇ આવો જાઓ પેલું લાભ – શુભ. વાક્બારસે દોરાયેલો વાઘ જેવું કઇંક પણ આપણે એની વાત નથી કરવી!

ઘરે જવાનું છે. ગામ તરફસ્તો… બીજે ક્યાં જવાનું છે ફરવા માટે આ વખતે દિવાળીમાં ટિકિટનું રહેવાનું હોટલનું કે પછી ગાડીનું ડ્રાઇવરનું બુકિંગ યાતો પછી સેટિંગ બોલતા બોલતા ચમકભરી આંખ મિચકારવાનું પણ આપણે એની વાત નથી કરવી! રંગરોગાન વખતે અમારે સફાઇ થઇ ગઇ છે બોનસ આવે કે તરત આ વખતે બારીનાં નવાં પરદાને સોફાનાં કવર – વેલકમ લખેલું પગ લુછણિયું વગેરે વગેરે લાવીને બેસતા વરસે ડ્રોઈંગરુમની બેઠકમાં નવું નક્કોર એવો આ પાથરવા માટે લીધો છે ને ગાલિચો… પણ આપણે એની વાત નથી કરવી!

આ વખતે દિવાળી કેવી રીતે કોની સાથે? કેટલાંક મહિનાઓનાં લોકડાઉન સમયથી બાકી પગાર પછી પણ ઉધારીની બધી જ સીમાઓ વળોટીને કોઇ નવા જ બ્હાને સગાંસંબંધી જોડેથી પાછલા બારણે આજીજી કરીને. પગારે આપી દઇશ કહેતાં ને ૧૦૦૦ની સામે એ ૫૦૦ જ છે એવું કહેતાં જ્યારે હાથમાં એ નોટ આવે ત્યારે દૂરથી ઉભા રહીને ૧૦૦ રુ આટલી જ એવી આંખે લીધેલી મિઠાઈનું બોક્સ એકાદ ૨૦૦માં બેની સ્કિમનું ખરીદી કરેલું ફૂલ ફૂલવાળી ભાતનું ટોપ. ૧૦૦માં છોકરા માટે ટિકડી કે ભોંય ભડાકાનું પેકેટ લઇ જતો. બ્હેન બનેવી જો સામેથી ફોન કરીને બોલાવે તો જ જમવા જવું… ને તે વખતે બેન બનેવીનાં હાથમાં ૫૦-૫૦ મૂકવાની ઇચ્છા ધરાવતા કામદારની પણ, આપણે એની વાત નથી કરવી!

સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો.

ગયાં સવાલનો જવાબ

દલાઇ લામા જેનો અથૅ છે દયાનો મહાસાગર.

આજનો સવાલ

કોલંબસનું પહેલું (આખુ) નામ શું હતું?

જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો.. આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો – મસ્ત રહો – વ્યસ્ત રહો. તથાસ્તુ!!

Share – Like – Comment

positivevaato@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud