માધ્યમોની સુલભતાનાં જોખમો ઘણાં છે. પ્રચલિત કથા ફરી કહેવાનો મારો કોઇ આગ્રહ નથી ટૂંકસાર તાનસેનને અકબરે પૂછ્યું કે તમે કોને સાંભળો છો? ત્યારે તેઓ અકબરને લઇ વેશપલટો કરી વ્હેલી સવારે મંદિરમાં હરિદાસ કને પહોંચે છે... બાકીની કથા સૌ જાણે છે!! પણ, પેલો સવાલ અગત્યનો છે, 'તમારી ગાયકી કેમ આવી નથી? જવાબ 'હું તમારા માટે ગાઉં છું, અને તેઓ જગતનાં નાથ માટે ગાય છે. 'અલબત્ત આજે આ વાત કરવી છે કે એક જમાનામાં કવિતા એ અંગતડાયરીનો મતલબ હતો. અરે, ભૂલથી પણ જો ડાયરી કે કવિતા કો'કની પરવાનગી વગર જો કોઇ વાંચી જાય તો... ખલાસ વાત.
તમે કોના માટે લખો છો? FB, Insta, Twitter, What'sApp, Telegram... યાદી મોટી કરી જ શકાય. કલા ખાતર કલાના બેનમૂન શિલ્પો કોનાકૅો અને અજંતા ઇલોરાથી માંડીને દેલવાડામાં મોજૂદ છે. નીચે સહી નથી કરી... કોની કારીગરી છે? કુદરત રોજ સવારે આકાશમાં છૂટી છવાઈ વાદળીઓથી ફ્રી હેન્ડ રચે છે. સહી નથી હોતી.. વેદની ઋચાઓનાં કર્તા નથી જડ્યાં!! પણ છતાં એની સાથૅતા અને સાથૅકતા બેવ મોજૂદ છે.
હમણાં તમણાં તો નમણાં લાગતાં સંબંધો જોડે એક દિવસ ન મોબાઈલ નો પ્રયોગ કર્યો. ૨૦ મિનિટ પછી વાતો પૂરી થઇ ગઇ. અંતાક્ષરીમાં બેસૂરાઓનાં ત્રાસે બીજી ૩૦ મિનિટ નિકળી. પછી શું કરવું? બે ત્રણ ધમધડાં વગરની રમતો પછી?? છેવટે એકબીજાને ભાંડવાનું ચાલુ કર્યું ને બે કલાકમાં લડી ઝઘડી છૂટા પડ્યાં.
નવાં વિચારોનું આદાન પ્રદાન, જૂની વાતો, સંસ્મરણો, અનુભવો, પ્રસંગો, યાદો, વાતો, કળાઓ અનેકવિધ બેઠી ઉભી રમતો જ્ઞાન સાથે ગમ્મતનું અજવાળું ક્યાં ગયું? સેલ્ફિએ અન્ય સાથે વણસેલાંને આત્મસ્લાઘાનો ઉત્તમ પૂરાવો છે. તમને કોઈ ગમાડતું નથી. તમે એવાં નથી જ લાગતાં કે તમને કોઇ આવીને કહે કે લાવ હું તારો ફોટો પાડું. Autograph અને Photograph બેવનું અસ્તિત્વ જોખમમાં છે Digital યુગમાં. પોતેપોતાને પત્ર લખવાની વાત છે. આમાંથી નિકળવું પડશે. Ouroboros થવાના આરે છીએ. મુશ્કેલીઓ ઘણી છે. વાતોડિયા બનો. વાત કરો. કામની ન કામની વાત જરૂરી છે. નહીંતર એવાંય કિસ્સાઓ મુંબઈ જેવાં મહાનગરોમાં બને છે કે ૩ દિવસે લાશ ગંધાયા પછી દરવાજા તોડ્યાં ના કિસ્સા બને છે ને તેઓ એકાકી એટલી હદે જીવ્યા હોય કે... ના પૂછોની વાત!! જઇને કોને પૂછવી?
ગયાં સવાલનો જવાબ
૨૦૭૭ શરૂ અને રાજા વિક્રમાદિત્ય નાં યુગમાં કેલેન્ડર શરૂ થયું હોવાથી વિક્રમસંવત
આ સાથે જાણીશું
બુદ્ધ સંવત ૫૪૪ ઇ.પૂર્વે., મહાવીર ૫૨૭ ઇ.પૂર્વે, વિક્રમ(મેવાડનાં હોવાથી માલવા સંવત પણ કહેવાય છે) ૫૮ ઇ.પૂર્વે, શક ૭૮ ઇ., લોધી ૧૬૦ ઇ, કલ્ચુરી ઇ.૨૪૮ - ૪૯, ગુપ્ત સંવત ૩૧૯ ઇ., હષૅ ઇ. ૬૦૬, ચાલુક્ય વિક્રમ સંવત (વિક્રમ ૬ઠ્ઠો) ૧૦૭૬, ઇલાહી ઇ.૧૫૫૬.
આજનો સવાલ
હરિદાસનાં એક શિષ્ય તાનસેન હતાં તો બીજા કોણ હતાં? એમનું મૂળનામ શું હતું?
જવાબ આટિૅકલનાં અંતે કોમેન્ટ કરો. અથવા ઇ-મેલ કરો.. આવતાં બુધવારે ફરી મળ્યાં ત્યાં લગી.. સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!! Wishing You Happy "#A Positive" Diwali.
Share – Like – Comment
positivevaato@gmail.com