ઉમળકાની તરસને ઉમળકાનો ઓડકારની વચમાં ક્યારેક અંતરસ ઉમેરાય ત્યારે વતન તરફ વળવું. અતિત રાગ અનેક સજૅકોને ફળ્યો છે ને ફળતો રહેશે. અમેરિકન સિટીઝન પણ સતત વડોદરાનો ઝૂરાપો વેઠતાં આધુનિક કવિ હિમાંશુ પટેલ જેની જોડે થી નવ્ય અનુભૂતિ કરાવતાં સુ.જો. સાફો કાળની યાદ અપાવતાં તદ્દન નવલાં મૃણાલનાં કાવ્યો મળે છે.
એમની પાસેથી આપણને પશ્ર્ચિમી અસંખ્ય સજૅકોનાં ભાવાનુવાદ મળ્યાં છે એ આપણી જણસ છે. ભૂતડીઝાંપામાં એમનું બાપ દાદાના સમયનું ઘર છે. પોતે સ્વચ્છંદી કવિતાનાં તો આગ્રહી છે જ છે પણ નવ્યભાષાનાં હિમાયતી પણ છે. પ્રોત્સાહક હોવાને નાતે લુપ્ત થતાં સામાયિકોની નાણાંભીડને ડાબા હાથે મદદરૂપ થઇને એને પ્રાણવાયુ સિંચે છે એ એમની મહાનતા છે. એમનું એક સ્વછંદી સોનેટ માણીએ.
અ-છંદ સોનેટ
August 2, 2011
સૂર્યમાં સૂર્ય હલબલે,
મૃગજળમાં સમગ્ર દૃષ્ટિ,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.
સ્વપ્નમાં રંગો હલબલે,
ઇન્દ્રધનુષમાં છીછરું પાણી,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.
મોતિયામાં ઝાંખપ હલબલે,
પડઘામાં પછડાયેલું નાદબ્રહ્મ,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.
ચિત્તભ્રમમાં માંહ્યલો હલબલે
વૃક્ષમાંથી નર્યા પડછાયા,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.
આ કવિએ પરિવેશને સાચવ્યું છે. ફકત એકવાર એમણે કમઅક્કલને પૂછ્યું કરવા જેવું કોઇ કામ હોય તો જણાવજે. પારસ પાન પર કલકત્તી પાન ચબાવતાં કમઅક્કલે ડોક્ટર રાજેશ વણકર અને વિનુ બામણિયાનાં મેગેઝિન 'પરિવેશ'ને જાળવી લેવા કહ્યુંને મિત્રભાવે સહષૅ સ્વિકારેલાં આ પ્રસ્તાવમાં એમણે ગુલકંદ ઉમેરીને મિઠાશ ભેળવી દિધી એનો આનંદ છે. આજે એક સાહિત્યિક પારિવારિક માણવાં જેવું મેગેઝિન તેઓનાં થકી જળવાયું એનો આનંદ છે. ગુડમોનિૅંગ અમેરિકા અને ગુડનાઇટ ઇન્ડિયાની વચમાં તેઓ સાહિત્યને સતત ધબકતું રાખે છે એ એમનું સૌજન્ય છે. ભવિષ્યમાં પણ આ રીતે નવ્યકલમોને હિમાંશું પટેલની હિમાયત મળતી રહે એવી આશા છે. કવિનો શબ્દ લાખેણો રહ્યો છે ને રહેશે. હિમાંશુભાઇને હજી એક્ટિંગ કરવાનો ઉમળકો છે તો રહી રહીને ઢળતી ઉંમરે આપણને બોમન ઇરાની જેવો એક સબળ એક્ટર મળે એવી વકી છે. હિમાંશુ પટેલ પોતે એક ટ્રેન્ડ થિયેટર એક્ટર પણ છે એ ઉમેરીને હાલમાં પ્રેમવશ કમઅક્કલની બરોડિયન યાદ સાથે મૂળે વિધ્યાનગર સાથેનાં એમનાં મૂળ કૂળને વંદન. હિમાંશુંની કવિતાની મૃણાલ અમર રહેશે. જ્યાં સુધી હિમાંશું જેવાં સજૅકો છે ત્યાં સુધી નવી કવિતાને આંચ નહીં આવે. ભલે લોકો ગઝલિયતનાં રવાડે ચઢે પણ અ-છાંદસ નિરવ પટેલ પછી હિમાંશું મારફતે જીવશે ઉમળકાનાં ઓડરાર ખાશે!!
સર્જક સંગાથે સાંજ
સર્જક સંગાથે સાંજ કાર્યક્રમના ઉપક્રમમાં ચાલો કવિ સાથે રૂબરૂ થઈએ... ફેસબુક પેજના માઘ્યમથી ગુજરાતી ગીત ગઝલ અને કાવ્યનો જલસો કરીએ કવિ શ્રી દિલીપ ઘાસવાલા તા,૮/૧૧/૨૦૨૦ ના રવિવાર સાંજે ૭:૩૦ કલાકે લાઈવ આવી પોતાની કેફિયત સાથે રચનાઓનું પઠન કરશે એમનો લાઈવ કાર્યક્રમ આપ નીચેની લીંક પર જોઈ શકશો.આભાર
https://www.facebook.com/સર્જક-સંગાથે-સાંજ-106154294499615/
kamakkalisonsunday@gmail.com