અરે, બાપ રે! માંડ પૂરી થઈ હો ફિલ્મ! બોલિવૂડવાળાઓએ આ શું બનાવી કાઢ્યું છે, એ સમજવા માટે અલગથી એનેલિસીસ હાથ ધરવું પડે એમ છે. અનુષ્કા શેટ્ટી સ્ટારર સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘ભાગમતી’ની ઑફિશિયલ રિમેક એવી ‘દુર્ગામતી’ હાલ એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઈ છે, જેને ભૂષણ કુમાર, અક્ષય કુમાર અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે.
મધ્યપ્રદેશની વાર્તા છે. ઇમાનદાર નેતા ઇશ્વર પ્રસાદ (અરશદ વારસી)ને તેની ગાદી પરથી ઉખાડી ફેંકવા માટે આઇ.એ.એસ. ઑફિસર ચંચલ ચૌહાણ (ભૂમિ પેડણેકર)ને બલિની બકરી બનાવવામાં આવે છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની જોઇન્ટ ડિરેક્ટર સતાક્ષી ગાંગુલી (માહી ગિલ)ને તેના ફેક ઇન્ટરોગેશનનું કામ સોંપવામાં આવે છે, જેના માટે ચંચલને દુર્ગામતીના ભૂતિયા મહેલમાં લઈ જવાય છે. એ.સી.પી. અભયસિંહ (જિસ્સુ સેનગુપ્તા) પણ આ કાર્યમાં કેટલાક અંગત કારણોસર સાથ આપી રહ્યો છે.
જોવા જેવી વાત એ છે કે, દુર્ગામતી ફક્ત હોરર ફિલ્મ નહીં પરંતુ થ્રીલર પણ છે. કમનસીબે, ફિલ્મ શરૂ કર્યાના અડધા કલાકમાં પ્રેક્ષકને હાંફ ચડી જાય એટલા વાહિયાત પર્ફોમન્સ અને સ્ટોરીલાઇન છે. ભૂમિ પેડણેકર આ શું આદર્યુ છે, તે ખ્યાલ નથી. તેની એક્ટિંગ હવે ભયંકર મૉનોટોનસ (એકરગી) બનવા લાગી છે. નેટફ્લિક્સ પર છેલ્લે તેને ’ડોલી કિટ્ટી ઔર વોહ ચમકતે સિતારે’માં જોઈ ત્યારે પણ તેને પર્ફોમન્સના નામે ખાસ કંઈ ઉકાળ્યું નહોતું. ’દુર્ગામતી’માં તો તેણે ઑવર-એક્ટિંગની તમામ હદ્દ વટાવી નાંખી છે. કોઈક એને જઈને કહો કે, ‘બહેન.. ભૂતની એક્ટિંગ ન આવડતી હોય તો રહેવા દો. ખાલીખોટું ઑડિયન્સ પર ત્રાસ ગુજારવાની જરૂર નથી.’
ફિલ્મની પહેલી એક કલાક તો બૂમબરાડા અને ખિખિયાટામાં જ કાઢી નાંખી છે. સ્ટોરીલાઇન અને સ્ક્રીનપ્લે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, એની હરામ બરાબર ખબર પડે તો! રાત પડે ને પવનના સુસવાટા સાથે દુર્ગામતીના હોંકારા-પડકારા શરૂ થાય. સવાર પડતાં બધું ગાયબ. ટિપિકલ બોલિવૂડ હોરર ફિલ્મની માફક ચીલાચાલુ દ્રશ્યો મૂકીને પ્રેક્ષકોને ડરાવવાની વ્યર્થ કોશિશ કરવામાં આવી છે. આ ફિલ્મ અગર થિયેટરમાં લાગી હોત તો આખા હૉલમાં ઑડિયન્સના ખિખિયાટા જ સંભળાતા હોત! કારણકે ડરવા જેવું આમાં કંઈ છે જ નહીં. ક્લાયમેક્સના અડધો કલાકમાં એટએટલા ટ્વિસ્ટ્સ ઠાંસી-ઠાંસીને ભર્યા છે કે ન પૂછો વાત! બોમ્બમારાની જેમ ધડાધડ ફેંકાતા દડાને ઝીલવા અને ગળે ઉતારવા માટે બે-ત્રણ વખત રિવાઇન્ડ કરવું પડે તો પણ નવાઈ નહીં. માહી ગિલ અને જિસ્સુ સેનગુપ્તાએ તો સાવ દાટ વાળ્યો છે. અરશદ વારસી થોડા ઘણા સહનીય છે, પણ અંતે તો ફિલ્મના લસ્ત ડિરેક્શનને લીધે ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ જેવો ઘાટ સર્જાયો છે. જગત મોહ-માયા છે, અને હવે પ્રેક્ષક તરીકે સંન્યાસ ધારણ કરી લેવો જોઈએ એવું વિચારવા માટે મજબૂર કરી દેતી ફિલ્મ છે આ!
એનાબેલ, લાઇટ્સ આઉટ, કૉન્જુરિંગ જેવી હોલિવૂડ ફિલ્મોની માફક એક અસરકારક હોરર ફિલ્મ ન બનાવી શકો તો કંઈ નહીં, એટલિસ્ટ ‘તુંબાડ’ જેવી અફલાતુન હિન્દી હોરર ફિલ્મ તો બનાવી જ શકો ને? આ સવાલ ભૂતિયા ફિલ્મ બનાવવા માંગતા દરેક ફિલ્મ-મેકર્સને પૂછવા જેવો છે.
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: ક્લાયમેક્સ પરથી પણ તમે નહીં સમજી શકો કે દુર્ગામતી આખરે હોરર ફિલ્મ હતી કે ફક્ત થ્રિલર!? ડિરેક્ટર અશોક બાબુ, આખિર કહના ક્યા ચાહતે હો?
સાંજ સ્ટાર: એક ચોકલેટ
કેમ જોવી?: બોલિવૂડ ભૂતિયા ફિલ્મનો અહાંગરો લાગ્યો હોય તો!
કેમ ન જોવી?: જિંદગીમાં કરવા જેવા એકાદ-બે કામ બચ્યા હોય તો!
This Week On OTT
(૧) નેટફ્લિક્સ: તોરબાઝ, મેજિક બિયોન્ડ વર્ડ્સ: ધ જે.કે.રોલિંગ સ્ટોરી
(૨) એમેઝોન પ્રાઇમ: દુર્ગામતી, અ કૉલ ટુ સ્પાય, અનપોઝ્ડ
(૩) ઝી-ફાઇવ: બિચ્છુ કા ખેલ
(૪) સોની લિવ: શ્રીકાંત બશીર
(૫) હોટસ્ટાર: ટ્રિપલ્સ
Next Week on OTT
(૧) ઝી ફાઇવ: બ્લેક વિડોઝ
(૨) એમેઝોન પ્રાઇમ: ધ એક્સપાન્સ