એક સ્ત્રી તરીકે તમે કદાચ માન અપમાન, રંજ વસવસાની વાતો કરી શકો, પણ જયારે તમારી અંદર એક “માં ” જીવતી થાય ત્યારે આવી કોઈ ફીલિંગ્સ તમારા ઉપર હાવી ન થાય, હસતા ચહેરાને માટે તમે કઈ પણ કુરબાન કરવા તૈયાર થઇ જાવ.

સર્વ શ્રેષ્ઠ લાલન પાલન માટે હું પણ સજ્જ થઇ ગઈ હતી. સાથે હું ફ્રી સમયમાં લખતી પણ હતી. સ્વાભાવિક પણે ફેસબુક પર નહિ, મારી dairy માં. પરંતુ જયારે પણ લખવાં બેસતી તો એક હળવાશનો અનુભવ થતો. થોડું ઘણું online સર્ચ કરતી રહેતી. Parenting વિશે, child psychology વિશે! ઘણા ગ્રુપને ફોલ્લૉ કરતી. તેમના મંતવ્યો વાંચતી, સાંભળતી. પણ કોઈ ને સાંભળ્યા બાદ હાશકારો નહોતો થતો, કઈ નવીન નહોતું મળતું. કહેવાતા ડિગ્રી હોલ્ડર, નિષ્ણાંતો પણ એવું કઈ વિશેષ નહોતા કહી શકતા જે મને ખ્યાલ ન હોય!

કદાચ એ વિષયમાં ખાલી થોથાં ઉથલાવવા સુધી મારું જ્ઞાન સીમિત ન રાખતા, એક સારી માં બનવા માટે, એક સારી પત્ની બનવા માટે continue વાંચ્યા કરતી, કંઈક નવું શોધ્યા કરતી. સફળ બનવાનો એક સારો માર્ગ એ છે કે જેટલાને સાંભળો દિલ થી સાંભળો, દરેક વ્યક્તિ પાસે કંઈક નવું શીખવા જેવું હોય જ છે. જ્ઞાન મેળવવાની વાત માં ઘમંડ ન કામ આવે, ત્યારે તો જોળી પાથરીને જ બેસવું પડે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ધીરે ધીરે એક કિડો મનમાંથી બહાર ડોકા કરવા મંડ્યો. અને નાની મોટી ટિપ્સ મારાં ગ્રૂપમાં online બધે રોટેટ કરવા લાગી. Response સારો આવતા લાગ્યું કે આગળ વધાશે. વિચાર્યું સમર વેકેશન આવે છે એમાં કંઈક કરીએ. પરંતુ success ન થયું. પણ બીજો એક ફાયદો એ થયો કે ઘરે ટ્યૂશન મળ્યા અને સાથે સાથે બે counselling case મળ્યા. કશ્યમ હવે સ્કૂલ જતો થયો હતો એટલે ત્યારે થોડો time મળતો અને બપોરે. થોડું ઘણું search કરતા એક વર્ષ બાદ એક pre સ્કૂલમાં curriculum design કરવાની એક ફ્રીલાન્સ responsibility adopt કરી. બપોરે tuition અને સાથે રિલેશનશિપ કોઉન્સેલિંગ પણ explore કરી રહી હતી.

Counselling એવી process છે જ્યાં તમારો રોલ ફક્ત સામેવાળાને તમારાથી કોમ્ફર્ટેબલ બનાવવાનો અને તેમને વધુ ને વધુ બોલવા માટે પ્રેરિત કરવાનો જ હોય છે. તમે તેમના કોઈપણ પ્રોબ્લેમ માટે guide કરી શકો પણ solution તો તેમને જ શોધવાનો મોકો આપવો પડે. તો જ એની ઇફેક્ટ લાંબી ટકે. હું બહુજ સ્ટ્રોંગલી believe કરું છું કે રિલેશનશિપમાં સૌથી પહેલા જો કોઈ ફીલિંગ્સ settle કરવાની હોય તો બંન્ને જણનો ઈગો. અગર એ short કરી લીધું તો તમે અડધે પહોંચી ગયા. એટલે એના માટે male અને female બન્નેની genetically pattern સમજાવી પડે. આ બધા મારાં અત્યંત રસના વિષય હતા જેથી જેમ જેમ અંદર ઉતારતી તેમ તેમ ખુબ જ મજા આવતી જતી હતી.

અને આ રીતે, kiddush નો જન્મ થયો. કોઈ અંદાજો નહોતો કે આને કઈ રીતે આગળ વધારીશ, કઈ રીતે લોકો સુધી પહોંચશે વિગેરે. પરંતુ વિચાર્યું કે એક ડગલું ભરીશ તો બીજા નો રસ્તો મળશે. અને એ રીતે ફક્ત અને ફક્ત લોકોને knowledge share કરવાનાં purpose થી તેને એક page તરીકે ફેસબુક પર ફ્લોટ કર્યું.

થોડો સમય કોઈજ inquiry નઈ કોઈ response નહિ, બસ એમજ રોજ કાઇને કઈ post કરતી રહેતી. આગળ શું કરવાનું, કઈ રીતે લોકો સુધી પહોંચવાનું કોઈ જ જાણ નહિ. પણ છતાં ચાલુ રાખ્યું. લગભગ 6 મહિના પછી એક વ્યક્તિનો response આવે છે. “તમે સારુ લખો છો. અમારી site પર બ્લોગ તરીકે આને વાપરી શકીએ? “એદિવસે ખરેખર જે આનંદની અનુભૂતિ થઇ એને અત્યારે શબ્દ દેહે પ્રગટ કરવી અઘરું છે, પણ હા!એ દીવસ પછી મારાં માટે એક નવી દિશા ખુલી હતી. જેમાં પા પા પગલી કરવા માટે મારે સજ્જ થવાનું હતું.

https://www. facebook. com/deval4kids/

મારાં બ્લોગ વાંચવા માટે મારી site www.devalthecoach.com પર connect થઇ શકો છો.

આપની પાસે પણ આપની પોતાની એવી કોઈ inspirational સ્ટોરી હોય તો અમને જણાવશો, હું દેવલ ધ કોચ -જો તમારી journey ઇન્સપીરેશનલ હશે તો તેને મારાં આ સ્લોટમાં કવર કરીશ, આપની સાથે live થઈશ.

તો આજે જ મને તમારી stories મોકલાવો. .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud