Chanakya Niti: આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો તમને થોડા કઠોર લાગશે, પરંતુ આ કઠોરતા જીવનનું સત્ય છે. ભાગદોડ ભરેલી જિંદગીમાં ભલે આપણે આ વિચારોને નજરઅંદાજ કરીએ, પરંતુ જીવનની દરેક કસોટીમાં આ શબ્દો તમને મદદરૂપ થશે. આજે આપણે આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી એક બીજા વિચારનું વિશ્લેષણ કરીશું. આજના ચિંતનમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે પ્રયાસ કરવો જોઈએ.

‘જો તમે પ્રયત્ન કર્યા પછી પણ ભલે નિષ્ફળ જાવ, તો પણ તમે એ વ્યક્તિ કરતા વધુ સારા બનશો જેમને વિના પ્રયાસે સફળતા મળી હોય.’ આચાર્ય ચાણક્ય

આચાર્ય ચાણક્યના આ કથનનો અર્થ છે કે વ્યક્તિએ હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જો તમે પ્રયાસ નહીં કરો, તો તમે કેવી રીતે આગળ વધશો? કેટલાક લોકો પ્રયત્ન પણ કરતા નથી કારણ કે તેઓ વિચારે છે કે તેઓ નિષ્ફળ જશે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુઓ છે. તમે નિષ્ફળ થશો એવા ડરથી પ્રયાસ કરવાનું છોડશો નહીં.

વાસ્તવિક જીવનમાં તમે વિવિધ પ્રકારના લોકોને મળો છો. ઘણા લોકોને મહેનત વગર સફળતા મળે છે. જયારે, કેટલાક લોકો એવા હોય છે જે વારંવાર પ્રયાસ કરે છે પરંતુ તેઓને જોઈએ તેવી સફળતા મળતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત જે લોકો પ્રયાસ કરવા છતાં પણ સફળ નથી થતા તેઓ પ્રયાસ કરવાનું છોડી દે છે. તેઓને લાગે છે કે પ્રયાસ કરવાનો શું ફાયદો છે. તે લોકોને જોઈને ક્યારેક ખરાબ લાગે છે. તેથી તેઓ પ્રયાસ કરવાનું બંધ કરે છે. પણ એવું ન કરો. પ્રયાસ કરતા રહેવું જોઈએ. તેથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો તમે પ્રયત્ન કર્યા પછી પણ નિષ્ફળ થશો તો પણ તમે તે વ્યક્તિ કરતા વધુ સારા બનશો જેમને વિના પ્રયાસે સફળતા મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud